ન્યુઝ શૉર્ટમાં: હૉકીમાં ભારતીય મહિલા ટીમ હૅટ-ટ્રિક જીત સાથે ક્વૉર્ટર ફાઇનલમાં અને વધુ સમાચાર

26 January, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ષ્ય સેન અને પ્રિયાંશુ ઇન્ડોનેશિયા માસ્ટર્સમાંથી આઉટ, ઇંગ્લિશ લીગ કપમાં લિવરપુલ અને ચેલ્સી વચ્ચે ફાઇનલ જંગ

ભારતીય મહિલા હોકિ ટીમ

મસ્કતમાં ચાલી રહેલા પાંચ-પાંચ ખેલાડીઓ સાથેના હૉકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેઓ હવે આજે ક્વૉર્ટર ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમશે. ભારતીય મહિલા ટીમે એના ગ્રુપ-સીની ત્રણેય મૅચમાં શાનદાર જીત મેળવી હતી; પ્રથમ મૅચમાં પોલૅન્ડને ૫-૪થી, બીજીમાં યુએસને ૭-૩થી અને ગઈ કાલે ત્રીજી અને છેલ્લી લીગમાં નામિબિયાને ૮-૨થી પરાસ્ત કરી હતી. 

લક્ષ્ય સેન અને પ્રિયાંશુ ઇન્ડોનેશિયા માસ્ટર્સમાંથી આઉટ


જકાર્તામાં ચાલી રહેલી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર સુપર ૫૦૦ ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ લક્ષ્ય સેન અને પ્રિયાંશુ રાજાવત હારીને આઉટ થઈ ગયા છે. લક્ષ્ય સેન બીજા રાઉન્ડમાં ડેન્માર્કના ઍન્ડ્રેસ ઍન્ટોસન સામે ૧૯-૨૧, ૧૮-૨૧થી, જ્યારે પ્રિયાંશુએ બીજા રાઉન્ડમાં કૅનેડિયન ખેલાડી બ્રાયન યંગ સામે ૧૮-૨૧, ૧૪-૨૧થી હાર જોવી પડી હતી. ટુર્નામેન્ટમાં હવે કિરન જ્યૉર્જ એકમાત્ર ખેલાડી બચ્યો છે. 

ઇંગ્લિશ લીગ કપમાં લિવરપુલ અને ચેલ્સી વચ્ચે ફાઇનલ જંગ
ઇંગ્લિશ લીગની ફાઇનલમાં લિવરપુલ અને ચેલ્સી વચ્ચે ટકર જામશે. લિવરપુલની બુધવારે રમાયેલી સેમી ફાઇનલની બીજી ટક્કર ફુલ્હામ સામેની ૧-૧થી ડ્રૉ રહી હતી, પણ પ્રથમ સેમી ફાઇનલ ટક્કરમાં ૨-૧થી જીત મેળવી હોવાથી ઓવરઑલ ૩-૨થી જીત મેળવીને લિવરપુલે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ૨૦૨૨માં પણ આ જ બન્ને ટીમ વચ્ચે ફાઇનલ જંગ જામ્યો હતો અને લિવરપુલ 
ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવીને ચૅમ્પિયન બન્યું હતું. 

sports news sports indian womens hockey team liverpool hockey