આકાશ ચૂમતી ઇમારતોના હાલના ફોટો તેમ જ ૧૦૦ વર્ષ પહેલાં લીધેલા ફોટોને જોઈએ તો શહેરમાં જોવા મળતા પરિવર્તન અનુભવી શકાય છે. સિડની ઑપેરા હાઉસ કે ટોક્યોના રેડિયો ટાવરનું અસ્તિત્વ જ નહોતું. એ વખતનું લંડન અને આજના લંડન વચ્ચેનો ફરક જોઈ શકાય છે. પૅરિસ અને લિવરપુલના ફોટો જોઈએ તો એ તેમના લૅન્ડમાર્ક સમાન ઇમારતની ફરતે એ કેવા વિકસ્યા છે એ જોઈ શકાય છે. હાલના મોટા ભાગના ફોટો રાતે લેવામાં આવ્યા છે. આ તસવીરો વાસ્તવમાં દુનિયાનાં મોટાં શહેરોમાં કેવું પરિવર્તન આવ્યું છે એનો અરિસો છે. આ શહેરોની ઝાકમઝોળમાં હજી પણ સતત વધારો થતો જ રહ્યો છે. એક મોબાઇલ કંપની દ્વારા આ ફોટોઝ કમ્પાઇલ કરાયા છે.
18 April, 2022 09:53 IST | London