20 January, 2025 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમને બંધાયાને ૫૦ વર્ષ થયાં એની ભવ્ય ઉજવણી (તસવીરો : અતુલ કાંબળે)
વાનખેડે સ્ટેડિયમને બંધાયાને ૫૦ વર્ષ થયાં એની ભવ્ય ઉજવણીની પૂર્ણાહુતિ ગઈ કાલે થઈ હતી.
સ્ટેડિયમમાં જ યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીતકાર બેલડી અજય-અતુલનો કાર્યક્રમ હતો તથા મુંબઈના દિગ્ગજ ક્રિકેટરો સુનીલ ગાવસકર, દિલીપ વેન્ગસરકર, ડાયના એદલજી, સચિન તેન્ડુલકર, રવિ શાસ્ત્રી, રોહિત શર્મા, અજિંક્ય રહાણે સ્ટેજ પર ભેગા થયા હતા અને તેમણે મુંબઈ ક્રિકેટની ધડકન સમા આ સ્ટેડિયમ સાથેની યાદો વાગોળી હતી.
ગયા વર્ષે ૧૦ જુલાઈએ સુનીલ ગાવસકર ૭૫ વર્ષના થયા એની ઉજવણી પણ ગઈ કાલે લિટર માસ્ટર પાસેથી કેક કપાવડાવીને કરવામાં આવી હતી.