સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું સ્તર IPL કે અન્ય ઇન્ટરનૅશનલ મૅચ જેવું છે : વરુણ ચક્રવર્તી

26 January, 2025 09:04 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં વરુણ ચક્રવર્તીએ વિજય હઝારે ટ્રોફી (વન-ડે ટુર્નામેન્ટ)માં ૬ મૅચમાં ૧૮ વિકેટ લીધી હતી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T20 ટુર્નામેન્ટ)માં ૭ મૅચમાં ૯ વિકેટ લીધી હતી.

વરુણ ચક્રવર્તીના હાથ પર છે તામિલ ઍક્ટર વિજય ચંદ્રશેખર ઉર્ફે થલપતિ વિજયનું ટૅટૂ.

ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝની પહેલી મૅચના પ્લેયર ઑફ ધ મૅચ સ્પિનર વરુણ ચક્રવર્તીએ ડોમેસ્ટિક ટુર્નામેન્ટને મહત્ત્વની ગણાવી છે. તામિલનાડુ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો આ ૩૩ વર્ષનો સ્પિનર કહે છે, ‘ડોમેસ્ટિક ક્રિકેટનું સ્તર ખૂબ ઊંચું છે. હું કહીશ કે એ IPL કે અન્ય ઇન્ટરનૅશનલ મૅચની સમકક્ષ છે. હું બધાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવાની સલાહ આપીશ, કારણ કે આપણે નાનાં મેદાનો પર રમીએ છીએ જ્યાં ખૂબ જ પડકારજનક રમત રમાય છે. મને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ રમવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. એ રમવાથી મારા પ્રદર્શનમાં સુધારો થયો છે.`

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં વરુણ ચક્રવર્તીએ વિજય હઝારે ટ્રોફી (વન-ડે ટુર્નામેન્ટ)માં ૬ મૅચમાં ૧૮ વિકેટ લીધી હતી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T20 ટુર્નામેન્ટ)માં ૭ મૅચમાં ૯ વિકેટ લીધી હતી.

india england vijay hazare trophy t20 indian premier league varun chakaravarthy indian cricket team sports news sports