૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધીમાં ૨૭ વન-ડે મૅચ રમશે ટીમ ઇન્ડિયા

13 March, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવ દ્વિપક્ષીય સિરીઝમાં રમશે ૩-૩ વન-ડે મૅચ, ૪ સિરીઝ વિદેશમાં રમશે

ટીમ ઇન્ડિયા

ભારતે વાઇટ-બૉલ ફૉર્મેટની ICC ટુર્નામેન્ટમાં છેલ્લી ૨૪માંથી ૨૩ મૅચ જીતીને પોતાનું વર્ચસ સ્થાપિત કર્યું છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩, T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમ્યાન ભારત ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જ હાર્યું છે. ટીમ ઇન્ડિયા માટે ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ સૌથી મહત્ત્વનો બની રહેશે, કારણ કે ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપ બાદ ટીમ વન-ડે વર્લ્ડ કપ જીતી શકી નથી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર પ્લેયર્સ આ વર્લ્ડ કપ સુધી રમશે એવી આશા ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયામાં આયોજિત ૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાનું ૨૭ વન-ડે મૅચનું શેડ્યુલ નક્કી થઈ ગયું છે જેમાં તેઓ ૯ દ્વિપક્ષીય સિરીઝમાં ૩-૩ મૅચ રમશે. આ દરમ્યાન ટીમ ઇન્ડિયા બંગલાદેશ (ઑગસ્ટ ૨૦૨૫), ઑસ્ટ્રેલિયા (ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૫), ઇંગ્લૅન્ડ (જુલાઈ ૨૦૨૬) અને ન્યુ ઝીલૅન્ડ (ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૬)માં પણ વન-ડે સિરીઝ રમશે, જ્યારે પાંચ સિરીઝ ઘરઆંગણે રમશે. IPL 2025 બાદ જૂન મહિનાથી ભારતીય ટીમ ફરી ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતરશે.

૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ સુધી ભારતની વન-ડે મૅચનું શેડ્યુલ

ઑગસ્ટ ૨૦૨૫

બંગલાદેશ

ઑક્ટોબર-નવેમ્બર ૨૦૨૫

ઑસ્ટ્રેલિયા

નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૫

સાઉથ આફ્રિકા

જાન્યુઆરી ૨૦૨૬

ન્યુ ઝીલૅન્ડ

જૂન ૨૦૨૬

અફઘાનિસ્તાન

જુલાઈ ૨૦૨૬

ઇંગ્લૅન્ડ

સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૬

વેસ્ટ ઇન્ડીઝ

ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૬

ન્યુ ઝીલૅન્ડ

જાન્યુઆરી ૨૦૨૭

શ્રીલંકા

 

વાઇટ-બૉલ ક્રિકેટમાં ICCની આગામી ટુર્નામેન્ટ અને યજમાન 

ભારત-શ્રીલંકા

૨૦૨૬ T20 વર્લ્ડ કપ

સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામિબિયા

૨૦૨૭ વન-ડે વર્લ્ડ કપ

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ

૨૦૨૮ T20 વર્લ્ડ કપ

ભારત

૨૦૨૯ ચૅમ્પિયન્સ ટ્રોફી

ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ

૨૦૩૦ T20 વર્લ્ડ કપ

ભારત-બંગલાદેશ

૨૦૩૧ વન-ડે વર્લ્ડ કપ

 અમે ટીમને સારી જગ્યાએ છોડીને જવા માગીએ છીએ. મને લાગે છે કે અમારી પાસે આગામી ૮ વર્ષ માટે વિશ્વનો સામનો કરવા માટે ટીમ તૈયાર છે.
-  વિરાટ કોહલી

india champions trophy international cricket council indian cricket team new zealand world cup bangladesh england cricket news sports news sports team india t20