ગ્રૅન્ડ ગાર્ડ ઑફ ઑનર

07 February, 2025 09:33 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-મૅચની સદી કરનારા દિમુથ કરુણારત્નને મળ્યું

ઑસ્ટ્રેલિયન ટીમે પણ બૅટિંગ કરવા આવેલા શ્રીલંકન ઓપનરને ગાર્ડ ઑફ ઑનર આપીને કર્યું સન્માન.

૩૬ વર્ષનો શ્રીલંકન ઓપનર દિમુથ કરુણારત્ને ગઈ કાલે ગૉલના મેદાન પર પોતાની ૧૦૦મી અને છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતર્યો હતો. ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરનાર શ્રીલંકન ટીમ માટે તે જ્યારે ઓપનિંગ કરવા ઊતર્યો ત્યારે ટીમના સાથી પ્લેયર્સ, સ્થાનિક ક્રિકેટ પ્લેયર્સ અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સે તેને ગ્રૅન્ડ ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. ગઈ કાલે શ્રીલંકન ક્રિકેટે તેને સ્પેશ્યલ કૅપ અને મેમેન્ટો આપીને સન્માનિત પણ કર્યો હતો. તે શ્રીલંકા માટે ૧૦૦ ટેસ્ટ-મૅચ રમનાર સાતમો પ્લેયર બન્યો છે.

અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતરેલા દિમુથ કરુણારત્નેને શ્રીલંકન ક્રિકેટર્સ અને સ્થાનિક યંગ ક્રિકેટ પ્લેયર્સે આપ્યું ગાર્ડ ઑફ ઑનર. 

પહેલા દિવસની રમતમાં તેણે ૪૩.૩૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૮૩ બૉલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૩૬ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે બીજી ટેસ્ટ-મૅચ પહેલાં ઇન્ટરનૅશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.

sri lanka australia test cricket cricket news sports news sports galle