મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં ભારતનું નેતૃત્વ કરશે તિલક વર્મા

14 October, 2024 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડે ઓમાનમાં આયોજિત મેન્સ T20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ માટે ભારત A ટીમની જાહેરાત કરી છે. વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટન રોહિત શર્માના નજીકના અને મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર તિલક વર્માને A ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.

તિલક વર્મા

યુવા ઓપનર અભિષેક શર્મા સતત બીજી વાર આ ટુર્નામેન્ટ રમશે. છેલ્લી વખત ભારત યશ ધુલની કપ્તાનીમાં આ ટુર્નામેન્ટમાં રમ્યું હતું, જ્યાં ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર્યું હતું.

૧૮થી ૨૭ ઑક્ટોબર વચ્ચે આયોજિત આ ટુર્નામેન્ટમાં ૮ ટીમ રમશે. ઇમર્જિંગ એશિયા કપ એશિયાના યુવા અને વિકાસશીલ ખેલાડીઓ માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ છે. એનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. 

૧૫ સભ્યોની ભારતીય સ્ક્વૉડ:

તિલક વર્મા (કૅપ્ટન), અભિષેક શર્મા, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, પ્રભસિમરન સિંહ, નેહલ વઢેરા, અંશુલ કમ્બોજ, રિતિક શૌકીન, આકિબ ખાન, વૈભવ અરોરા, રસીખ સલામ, સાઈ કિશોર, રાહુલ ચાહર.

t20 asia cup india tilak varma rohit sharma abhishek sharma indian cricket team cricket news sports sports news