વિરાટ-રોહિતને પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવા દો : કપિલ દેવ

14 January, 2025 08:34 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

બે અલગ-અલગ યુગના પ્લેયર્સની સરખામણી ન થવી જોઈએ. આજના યુગમાં પ્લેયર્સ એક દિવસમાં ૩૦૦ રન બનાવે છે, પરંતુ અમારા સમયમાં આવું બનતું નહોતું.

કપિલ દેવ, વિરાટ કોહલી અને રોહિત શર્મા

ઑસ્ટ્રેલિયા-ટૂરમાં ખરાબ પ્રદર્શન બાદ કૅપ્ટન રોહિત શર્મા અને અનુભવી બૅટર વિરાટ કોહલીના ભવિષ્ય વિશે અટકળો ચાલી રહી છે, પરંતુ ભૂતપૂર્વ મહાન ભારતીય ઑલરાઉન્ડર કપિલ દેવે તેમનો બચાવ કરતાં કહ્યું કે વિરાટ અને રોહિત ખૂબ મોટા અને મહાન ખેલાડીઓ છે, તેમને પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરવા દેવું જોઈએ.

૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે ભારતીય ટીમમાં પ્લેયર્સના સિલેક્શન વિશે કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી હતી. તેઓ કોઈ પણ સિલેક્ટરની ટીકા કરવા માગતા નહોતા.

વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહને આગામી ટેસ્ટ-કૅપ્ટન બનાવવા વિશે અને તેમની સાથે થઈ રહેલી સરખામણી વિશેના પ્રશ્ન પર વાત કરતાં તેમણે કહ્યું કે ‘આમાં કોઈ વિવાદ ન હોવો જોઈએ. વર્તમાન કૅપ્ટન પણ કોઈની જગ્યાએ આવ્યો હતો. જે પણ કૅપ્ટન બને તેને પૂરતો સમય આપવો જોઈએ. રમતગમતમાં સરખામણી કરવી યોગ્ય નથી. બે અલગ-અલગ યુગના પ્લેયર્સની સરખામણી ન થવી જોઈએ. આજના યુગમાં પ્લેયર્સ એક દિવસમાં ૩૦૦ રન બનાવે છે, પરંતુ અમારા સમયમાં આવું બનતું નહોતું.’

india australia rohit sharma virat kohli kapil dev cricket news jasprit bumrah sports news sports