વર્ષમાં ૧૦ મહિના ક્રિકેટ રમવાથી ઇન્જરીનું જોખમ વધશે : કપિલ દેવ

17 February, 2025 06:55 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં આવેલી રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી આજકાલ ખેલાડીઓ માટે રીહૅબ કેન્દ્ર બની ગઈ છે, જ્યાં પ્લેયર્સ પ્રૅક્ટિસ કરતાં ફિટ થવામાં વધુ સમય વિતાવી રહ્યા છે.

કપિલ દેવ

વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવે ભારતીય ક્રિકેટરોમાં વધતી જતી ઈજાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. બૅન્ગલોરમાં આવેલી રાષ્ટ્રીય ક્રિકેટ ઍકૅડેમી આજકાલ ખેલાડીઓ માટે રીહૅબ કેન્દ્ર બની ગઈ છે, જ્યાં પ્લેયર્સ પ્રૅક્ટિસ કરતાં ફિટ થવામાં વધુ સમય વિતાવી રહ્યા છે.

એક ઇવેન્ટમાં કપિલ દેવ કહે છે, ‘મને ચિંતા એ છે કે તેઓ વર્ષમાં ૧૦ મહિના રમે છે, ઇન્જરીનું જોખમ એનાથી વધે છે. તમે ક્યારેય નથી ઇચ્છતા કે તમારા મુખ્ય ક્રિકેટર ઘાયલ થાય, પરંતુ જો આવું થાય તો તમે કંઈ કરી શકતા નથી.’

જ્યારે કપિલને ખેલાડીઓ વિશે પૂછવામાં આવ્યું કે શું ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહની ખોટની અસર ભારતીય ટીમ પર થશે? ત્યારે તેમણે કહ્યું કે ‘જે ટીમમાં નથી તેના વિશે કેમ વાત કરવી? આ એક ટીમ-ગેમ છે અને ટીમે જીતવાનું છે, વ્યક્તિઓએ નહીં. આ બૅડ્‍મિન્ટન, ટેનિસ કે ગૉલ્ફ નથી. આપણે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં
ટીમ-સ્પોર્ટમાં ભાગ લઈ રહ્યા છીએ. જો આપણે એક ટીમ તરીકે રમીશું તો ચોક્કસ જીતીશું. આપણા યંગ પ્લેયર્સનો આત્મવિશ્વાસ અવિશ્વસનીય છે. જ્યારે અમે આ ઉંમરના હતા ત્યારે અમારામાં આટલો આત્મવિશ્વાસ નહોતો. તેમને મારી શુભકામનાઓ.’

kapil dev indian cricket team champions trophy jasprit bumrah board of control for cricket in india cricket news sports sports news