19 April, 2026 09:11 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર અને રિષભ પંત
IPL 2026ના છઠ્ઠા ડબલ હેડરની બીજી ટક્કર આજે મુલ્લાનપુરમાં રમાશે. સીઝનની એકમાત્ર અજેય ટીમ પંજાબ કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ માટે વાપસી કરવાનો જબરદસ્ત પડકાર રહેશે. પંજાબની ટીમ સામે અને વર્તમાન સીઝનમાં પણ લખનઉને હારની હૅટ-ટ્રિકનો ખતરો છે. લખનઉને અંતિમ બન્ને મૅચમાં ગુજરાત અને બૅન્ગલોર સામે કારમી હાર મળી છે.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૬ |
|
પંજાબની જીત |
૩ |
|
લખનઉની જીત |
૩ |
|
નો-રિઝલ્ટ |
૨ |
મુલ્લાનપુરમાં વર્તમાન સીઝનની બન્ને મૅચમાં પંજાબ કિંગ્સની જીત થઈ છે. અહીં પંજાબ ૧૨માંથી પાંચ મૅચ જીત્યું છે અને સાત હાર્યું છે. વર્ષ ૨૦૨૪થી આ સ્ટેડિયમ પંજાબ ટીમનું નવું હોમ ગ્રાઉન્ડ બન્યું છે. જોકે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ આ મેદાન પર પહેલી વખત જ રમશે. પંજાબ પાસે લખનઉ સામેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ વધુ સારો કરવાની આ સારી તક છે. આજની આ ટક્કર બે ટીમોની સાથે IPL ઇતિહાસના બે સૌથી મોંઘા પ્લેયર્સ અને કૅપ્ટન્સ વચ્ચે પણ છે. રિષભ પંત ૨૭ કરોડ અને શ્રેયસ ઐયર ૨૬.૭૫ કરોડ રૂપિયામાં પોતાની નવી ટીમમાં સામેલ થયા ત્યાર બાદ આ બન્ને વચ્ચે છેલ્લી સીઝનમાં બે ટક્કર થઈ હતી. એમાં શ્રેયસ ઐયરની પંજાબ ટીમે બાજી મારી હતી. છેલ્લી સીઝનની મૅચોમાં ૮ વિકેટ અને ૩૭ રનથી પંજાબ કિંગ્સે બાજી મારી હતી.