11 April, 2025 10:20 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સાઈ સુદર્શન (ફાઇલ તસવીર)
૨૦૨૨થી ૨૦૨૪ સુધી ૨૦ લાખમાં રમનાર સાઈ સુદર્શનને આ વર્ષે ગુજરાત ટાઇટન્સે ૮.૫૦ કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. સુદર્શન આ સીઝનમાં પાંચ મૅચમાં ૫૪.૬૦ની ઍવરેજ સાથે સેકન્ડ હાઇએસ્ટ ૨૭૩ રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી રહ્યો છે અને એને લીધે જ આજે ગુજરાત ટાઇટન્સ મજબૂત સ્થિતિમાં છે.
સતત ચાર સીઝનથી ગુજરાતની ફ્રૅન્ચાઇઝીનો ભાગ રહેલો આ પ્લેયર ફૂડી છે. આ ૨૬ વર્ષના તામિલ ક્રિકેટરે હાલમાં જિયોહૉટસ્ટારના પ્રેસ રૂમ શોમાં પોતાના ફેવરિટ ગુજરાતી ફૂડ વિશે ખુલાસો કર્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે ‘મને ગુજરાતી ફૂડમાં ઢોકળાં ખૂબ ભાવે છે. મને ઘણી બધી ગુજરાતી વાનગીઓ ભાવે છે, પણ એ બધાનાં નામ બરાબર યાદ નથી. અમે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જઈને ગુજરાતી થાળીનો સ્વાદ માણીએ છીએ. મને ગુજરાતી થાળી ખૂબ જ પસંદ છે અને એેમાં ઢોકળાં મારા ખૂબ જ પ્રિય છે.’