09 April, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત અને સંજીવ ગોયનકા
ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની બપોરની મૅચના એક દિવસ પહેલાં સોમવારે સાંજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન અને માલિકની જોડીએ ફુટબૉલ મૅચમાં હાજરી આપી હતી. કલકત્તાના આઇકૉનિક વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગનમાં કૅપ્ટન રિષભ પંત અને માલિક સંજીવ ગોયનકા ફુટબૉલની ઇન્ડિયન સુપર લીગ (ISL) સેમી-ફાઇનલના રોમાંચક બીજા તબક્કાની મૅચ જોવા પહોંચ્યા હતા જ્યાં સંજીવ ગોયનકાની ટીમ મોહન બાગાન સુપર જાયન્ટે ૨-૦થી જમશેદપુર ફુટબૉલ ક્લબ સામે જીત મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. મૅચ દરમ્યાન સ્ટૅન્ડ્સમાં ફૅન્સ વચ્ચે રિષભ પંત સાથે સેલ્ફી લેવા પડાપડી થતી પણ જોવા મળી હતી.