19 April, 2025 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લખનઉનો યંગ ફાસ્ટ બોલર મયંક યાદવ ઇન્જરીમાંથી વાપસી કરીને ટીમ સાથે જોડાઈ ગયો છે.
IPL 2025ના સાતમા ડબલ હેડરમાં આજનો બીજો મુકાબલો અને સીઝનની ૩૬મી મૅચ રાજસ્થાન રૉયલ્સ (RR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ઘરઆંગણે હારતાં લખનઉની વિજયકૂચ પર બ્રેક લાગી હતી, જ્યારે રાજસ્થાનને દિલ્હી સામે સુપર ઓવર મુકાબલામાં હાર મળતાં તેમણે હારની હૅટ-ટ્રિક કરી હતી. બન્ને ટીમની નજર આજે જીતના ટ્રૅક પર પરત ફરીને પ્લેઑફની રેસમાં આગળ વધવા પર રહેશે.
ગઈ મૅચમાં ઇન્જર્ડ થયેલા રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસનની ફિટનેસ અને પ્રદર્શન પર રહેશે સૌની નજર.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બે ટક્કર થઈ છે અને બન્ને ટીમે એક-એક મૅચ જીતી છે. ગઈ સીઝનમાં લખનઉ સામે રાજસ્થાનની ટીમ બન્ને મૅચ જીતી હતી એટલે કે આજે લખનઉ પર આ હરીફ ટીમ સામે સળંગ ત્રીજી વાર હારવાનો ખતરો પણ રહેશે. રાજસ્થાનનો કૅપ્ટન સંજુ સૅમસન પાછલી મૅચમાં સાઇડ સ્ટ્રેનને કારણે આ ટીમ માટે રિટાયર્ડ હર્ટ થનાર પહેલો પ્લેયર બન્યો હતો, પરંતુ તેણે પાછળથી કહ્યું કે તે હવે ફિટ છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૦૫ |
|
RRની જીત |
૦૪ |
|
LSGની જીત |
૦૧ |
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી