ભારત કે બંગલાદેશ, કોણ બનશે અન્ડર-19 વિમેન્સ T20 એશિયા કપની પહેલી ચૅમ્પિયન ટીમ?

22 December, 2024 11:45 AM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

૧૫ ડિસેમ્બરથી ભારત સહિત ૬ ટીમ વચ્ચે અન્ડર-19 વિમેન્સ T20 એશિયા કપની પહેલી સીઝન શરૂ થઈ હતી. આજે બાવીસ ડિસેમ્બરે આ ટુર્નામેન્ટની નિર્ણાયક મૅચ છે

ચમકતી ટ્રોફી સાથે બન્ને ટીમની કૅપ્ટન્સ

૧૫ ડિસેમ્બરથી ભારત સહિત ૬ ટીમ વચ્ચે અન્ડર-19 વિમેન્સ T20 એશિયા કપની પહેલી સીઝન શરૂ થઈ હતી. આજે બાવીસ ડિસેમ્બરે આ ટુર્નામેન્ટની નિર્ણાયક મૅચ છે. ભારત અને બંગલાદેશ વચ્ચે આજે ભારતીય સમય અનુસાર સવારે સાત વાગ્યાથી ફાઇનલ મૅચની ટક્કર શરૂ થશે. ૨૦ ડિસેમ્બરે સુપર-ફોરની અંતિમ મૅચોમાં ભારતે શ્રીલંકાને ચાર વિકેટે, જ્યારે બંગલાદેશે નેપાલને ૯ વિકેટે હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. 

ફાઇનલમાં એન્ટ્રી મારનારી પહેલી ટીમ ભારત આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચ હારી નથી, જ્યારે બંગલાદેશે સુપર-ફોરની પહેલી મૅચમાં ભારત સામે ૮ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે જે પણ ટીમ ફાઇનલ જીતશે એ આ ટુર્નામેન્ટની પહેલી ચૅમ્પિયન ટીમ બનવાનું સન્માન મેળવશે. 

india bangladesh t20 asia cup indian womens cricket team cricket news sports news sports