શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે બે અન્ડર-19 વર્લ્ડ કપ સ્ટાર્સને વિમેન્સ સ્ક્વૉડમાં એન્ટ્રી મળી

10 December, 2025 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન શ્રીલંકા સામે ઘરઆંગણે જ આ સિરીઝ રમશે

જી. કમલિની, વૈષ્ણવી શર્મા

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે શ્રીલંકા સામેની પાંચ T20 મૅચની સિરીઝ માટે સિનિયર વિમેન્સ સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી. ૧૫ સભ્યોની આ સ્ક્વૉડમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને જ રાખવામાં આવી છે. ભારત ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન શ્રીલંકા સામે ઘરઆંગણે જ આ સિરીઝ રમશે.

આ વર્ષે અન્ડર-19 T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાંથી વિકેટકીપર-બૅટર જી. કમલિની અને સ્પિનર વૈષ્ણવી શર્માને પહેલી વખત સિનિયર સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. વન-ડે વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમની સ્ક્વૉડમાંથી પ્રતીકા રાવલ, ઉમા છેત્રી અને રાધા યાદવ સિવાયની તમામ ચૅમ્પિયન પ્લેયર્સ આ સ્ક્વૉડમાં જોવા મળી રહી છે.

ભારતીય વિમેન્સ સ્ક્વૉડ

હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, જેમિમા રૉડ્રિગ્સ, શફાલી વર્મા, હરલીન દેઓલ, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાન્તિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, રિચા ઘોષ, શ્રી ચારણી, જી. કમલિની, વૈષ્ણવી શર્મા. 

under 19 cricket world cup indian womens cricket team team india india sri lanka cricket news sports sports news board of control for cricket in india