23 August, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત આગરકર
ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય મેન્સ ટીમની સિલેક્શન કમિટી અંગે મોટા નિર્ણયો લીધા છે. અહેવાલ અનુસાર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને વર્તમાન ચીફ સિલેક્ટર અજિત આગરકરનો કરાર જૂન ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યો છે. કરાર આગળ વધારવાની ઑફર IPL 2025 પહેલાં આપવામાં આવી હતી જેને તેણે હવે સ્વીકારી છે. અહેવાલ અનુસાર કમિટીમાં હાજર અન્ય સભ્યો અંગે સપ્ટેમ્બરમાં યોજાનારી વાર્ષિક જનરલ મીટિંગમાં નિર્ણય લેવાઈ શકે છે.