31 October, 2026 12:31 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
કૅરિબિયન સ્પિનર રોસ્ટન ચેઝે ૧૦ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી
ઢાકા ટેસ્ટ-મૅચનો ત્રીજો દિવસ પણ ખરાબ પ્રકાશને કારણે એક કલાક વહેલો પૂરો થયો થયો હતો. ૧૩૪-૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારનાર વેસ્ટ ઇન્ડીઝે ૩૨ રનમાં અંતિમ પાંચ વિકેટ ગુમાવીને ૮૨.૫ ઓવરમાં ૨૪૫-૧૦નો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૭૨ રન કરનાર યજમાન બંગલાદેશે ત્રીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૨૯ ઓવર રમીને ૭૯-૬નો સ્કોર કર્યો હતો. ૨૧.૪ ઓવરમાં ૫૩ રને બંગલાદેશે પોતાની ૬ વિકેટ ગુમાવી દીધી હતી. બંગલાદેશ પાસે હાલમાં ૧૦૬ રનની લીડ છે.
કૅરિબિયનોની પહેલી ઇનિંગ્સમાં ગઈ કાલે જસ્ટિન ગ્રીવ્સે ૧૦૩ બૉલમાં ૪૬ રન અને રોસ્ટન ચેઝે ૬૦ બૉલમાં અણનમ ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. સ્પિનર નઈમ હસને ૧૦.૫ ઓવરમાં ૩૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
નઈમ હસન અને ઝાકર અલી બંગલાદેશની બીજી ઇનિંગ્સમાં ૧૮-૧૮ રન કરીને અણનમ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન અને સ્પિનર રોસ્ટન ચેઝે ૧૦ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી.