11 August, 2025 10:08 AM IST | London | Gujarati Mid-day Correspondent
આકાશ દીપ
ઓવલ ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટને આઉટ કર્યા પછી ફાસ્ટ બોલર આકાશ દીપે તેના ખભા પર હાથ મૂક્યો હતો. આ ઘટનાની ઘણા ક્રિકેટનિષ્ણાતોએ ટીકા કરી હતી, પણ આકાશ દીપે તે ઓપનરને શું કહ્યું હતું એનો ખુલાસો હવે થયો છે.
આકાશ દીપે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એ દિવસે તે મને મારી લાઇન અને લેન્થથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઘણા અનોખા શૉટ રમ્યો હતો. ત્યારે તેણે મને કહ્યું કે આજે તેનો દિવસ છે અને હું તેને આઉટ કરી શકીશ નહીં. જ્યારે મેં તેને આઉટ કર્યો ત્યારે મેં કહ્યું તું હંમેશાં જીતશે નહીં, કેટલીક વાર હું પણ જીતીશ, ક્યારેક તું શૉટ ચૂકી જશે ત્યારે હું વિકેટને હિટ કરીશ. આ બધું સારી ભાવનાથી કરવામાં આવ્યું હતું.’