18 March, 2025 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેઇલ-આર્ટમાં ટ્રાન્સ્પરન્ટ જેલ એક્સ્ટેન્શનની વચ્ચે જીવતો વાંદો (સૌજન્ય:મિડ-ડે)
નેઇલ-આર્ટમાં નખનું એક્સ્ટેન્શન હવે ખૂબ જ કૉમન બની ગયું છે. નવા ચિપકાવેલા નખમાં જાત-જાતની ડિઝાઇન્સ ચાલતી હોય છે. જોકે સોશ્યલ મીડિયા પર નેઇલ-આર્ટનો એક વિડિયો વાઇરલ થયો છે એ તમામ હદો પાર કરી દે એવો છે. એમાં સિન્થેટિક નેઇલ અને એના પર લગાવવામાં આવતા ટ્રાન્સ્પરન્ટ જેલ એક્સ્ટેન્શનની વચ્ચે જીવતો વાંદો ભરાવવામાં આવે છે. @daiane_nails123 નામના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી આ વિડિયો શૅર થયો છે. બ્યુટિશ્યન એક જીવતા નાની સાઇઝના વાંદાને પકડે છે અને સિન્થેટિક નખ તેમ જ નખના એક્સ્ટેન્શન વચ્ચે મૂકીને એના પર ટ્રાન્સ્પરન્ટ નેઇલ કોટથી સીલ કરી દે છે. વિડિયો વાઇરલ તો થઈ ગયો છે, પણ લોકોએ કમેન્ટમાં અનેક સવાલ કર્યા છે. આવી ડિઝાઇનવાળા નખ લઈને કોને આખો દિવસ રહેવું ગમે? આવા હાથથી વ્યક્તિ ખાવાનું કઈ રીતે ખાશે? મૂગા જીવ સાથે આવું શા માટે કરવાનું?