✕

પહેલાં પોતાની આંગળી કાપી, પછી પત્નીનું માથું કાપ્યું અને છેલ્લે પિતાને રહેંસી નાખ્યા

22 October, 2026 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં પોતાની આંગળી કાપી, પછી પત્નીનું માથું કાપીને મંદિરના ત્રિશૂલ પર ચઢાવ્યું અને છેલ્લે પિતાને રહેંસી નાખ્યા: પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં અષ્ટમીની રાત્રે હિચકારી ઘટના

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં અષ્ટમીની રાત્રે મંગલ ચૌધરી નામના એક માણસે અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાથી પ્રેરાઈને તેની ૩૯ વર્ષની પત્ની રૂપા ચૌધરીનું માથું કાપી નાખ્યું હતું અને મંદિરના ત્રિશૂલ પર ચડાવ્યું હતું. પછી તેણે ૬૦ વર્ષના પિતા રાજેન્દ્ર ચૌધરીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. આ ઘટના બાદ તે તીક્ષ્ણ હથિયાર સાથે ગામમાં ફરતો જોવા મળ્યો હતો. જોકે ગામવાસીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આરોપી મંગલ ચૌધરીએ સૌથી પહેલાં પોતાના હાથની એક આંગળી વાઢી નાખી હતી. પછી પત્ની રૂપા ચૌધરીની ગળું કાપી નાખ્યું હતું અને તેના પિતા રાજેન્દ્ર ચૌધરીની હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપીએ તેના ભાઈ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાઈ ભાગી ગયો અને તેનો જીવ બચાવ્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક તાંત્રિક વારંવાર આરોપીના ઘરે આવતો હતો, જે શંકા ઊભી કરે છે કે આ હત્યાકાંડ અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રથાઓથી પ્રેરિત હતો. 

national news INDIA west bengal murder case Crime News