PM મોદીએ ક્યારે UPI પેમેન્ટનો ઉપયોગ કર્યો છે અને તે રકમ કેટલી હતી? જાણો વિગતો

18 September, 2026 04:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

નવા MDR અંગે, સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ નાણાકીય બોજ સીધો ગ્રાહકો પર ન નાખવામાં આવે. કેટલાક કિસ્સાઓમાં, વેપારીઓ ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલી શકે છે. આ બાબતે પેમેન્ટ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

કેન્દ્ર સરકારે UPI પેમેન્ટ્સ અંગે એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 15 ઑક્ટોબર, 2026થી, રૂ. 2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) UPI વ્યવહારો પર 0.4 ટકાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. જોકે, આ ચાર્જ વેપારી (મર્ચન્ટ) પર લાદવામાં આવશે અને ગ્રાહકૉ પાસેથી UPI પેમેન્ટ પર કોઈ વધારાની ફી વસૂલવામાં આવશે નહીં. રૂ. 75,000 કે તેનાથી વધુના વ્યવહારો માટે મહત્તમ MDR મર્યાદા રૂ. 300 રહેશે.  પર્સન-ટુ-પર્સન (P2P) UPI વ્યવહારો પહેલાની જેમ જ મફત રહેશે. આનો અર્થ એ છે કે UPI દ્વારા પરિવાર, મિત્રો અથવા અન્ય વ્યક્તિઓને પૈસા મોકલતી વખતે આ ચાર્જ લાગશે નહીં. તેમ જ મર્ચન્ટને પણ રૂ. 2,000 સુધીના P2M પેમેન્ટ્સ પર પણ MDR લાગુ થશે નહીં.

PM મોદીનો 2024નો કિસ્સો ફરી ચર્ચામાં

UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગેની ચર્ચાઓ વચ્ચે, જાન્યુઆરી 2024નો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો એક કિસ્સો ફરી ચર્ચામાં આવ્યો છે. તે સમયે, ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૅક્રોન ભારતની મુલાકાતે હતા. જયપુરમાં એક રોડ-શો દરમિયાન, વડા પ્રધાન મોદીએ તેમને UPI અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ્સ વિશે માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન, બન્ને નેતાઓએ `સાહુ` નામની ચાની દુકાન પર મસાલા ચાનો આનંદ માણ્યો હતો. વડા પ્રધાન મોદીએ ત્યાં UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું. બાદમાં, ઈમેન્યુઅલ મૅક્રોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેના ડિનર દરમિયાન તેમના ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. જયપુરની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ મૅક્રોન માટે ભેટ તરીકે હસ્તકલાની દુકાનમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ પણ ખરીદી હતી. તેમણે તેના માટે રૂ. 500નું UPI પેમેન્ટ કર્યું હતું. વડા પ્રધાન મોદીએ આ રોડ-શો દરમિયાન બે વાર ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.

ગ્રાહકો પર લાદવામાં આવતા ચાર્જ પર સરકારની નજર

નવા MDR અંગે, સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે આ નાણાકીય બોજ સીધો ગ્રાહકો પર ન નાખવામાં આવે. કેટલાક કિસ્સાઓમાં, વેપારીઓ ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલી શકે છે. આ બાબતે પેમેન્ટ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી છે. UPI પેમેન્ટ સિસ્ટમમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સરકાર ફીના માળખા પર નજર રાખી રહી છે. નવા નિયમો હેઠળ, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ની જવાબદારી વેપારીની રહેશે, જ્યારે સામાન્ય જનતા માટે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારો મફત રહેશે.

૨૦૦૦ રુપિયાથી વધુ UPI પેમેન્ટ પર લાગશે ચાર્જ? આખરે સરકારે કરી સ્પષ્ટતા

ડિજિટલ પેમેન્ટ (Digital Payment) અંગે ઉદ્ભવેલી આશંકાઓ પર પૂર્ણવિરામ મુકતાં નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રુપિયા ૨,૦૦૦ સુધીના યુનિફાઇડ પેમેન્ટ્સઇન્ટરફેસ (Unified Payments Interface) વ્યવહારો અને રૂપે (RuPay) ડેબિટ કાર્ડ દ્વારા થતી ચૂકવણી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. નાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર સંભવિત ચાર્જ અંગેની અફવાઓને ફગાવતા સરકારી અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે નાણાકીય સંસ્થાઓ અને પેમેન્ટ સેવા પ્રદાતાઓ નાના મૂલ્યના ડિજિટલ ટ્રાન્સફર પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કે અન્ય કોઈ પ્રોસેસિંગ ફી વસૂલી શકશે નહીં.

narendra modi digital payment google finance news union bank of india state bank of india reserve bank of india yes bank icici bank national news