midday

Smartphone Rules: શું તમારો સ્માર્ટફોન થઈ જશે ડબ્બો! 1 જાન્યુઆરી પહેલા જલ્દી કરો આ કામ

29 December, 2023 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Smartphone Rules: 1 જાન્યુઆરી શરૂ થાય તે પહેલા લોકોને કેટલાંક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લેવાની સલાહ આપવામાં આવી છે.
સ્માર્ટફોનની પ્રતીકાત્મક તસવીર

સ્માર્ટફોનની પ્રતીકાત્મક તસવીર

હવે વર્ષ 2023 અંતિમ તબક્કામાં છે. થોડાક જ દિવસમાં તે પૂર્ણ થઈ જશે અને નવું વર્ષ એટલે કે વર્ષ 2024ની શરૂઆત થઈ જશે. હવે આ નવા વર્ષની સાથે અનેક નવા કાર્યોની શરૂઆત પણ થવાની છે. આવનારા વર્ષમાં ઘણા નવા નિયમો (Smartphone Rules) પણ લાગુ પાડવામાં આવ્યાં છે. હા, સ્માર્ટફોનનો ઉપયોગ હવે તો બધા જ લોકો કરે છે, આ જ સ્માર્ટફોનને લઈને કેટલાંક નિયમો લાગુ કરવામાં આવનાર છે. 

1 જાન્યુઆરી, 2024 થી ઘણા મહત્વપૂર્ણ ફેરફારો (Smartphone Rules) થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર લોકોના કામ સાથે છે. માટે જ 1 જાન્યુઆરી શરૂ થાય તે પહેલા લોકોને કેટલાંક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લેવાની સલાહ આપવામાં આવી છે. જો આ ફેરફાર ન કરવામાં આવે તો તમારો ફોન (Smartphone Rules માત્ર એક ડબ્બો બની રહેશે.

સિમ કાર્ડને લઈને આ નવો નિયમ સામે આવ્યો છે

નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. હવે ટૂંક જ સમયમાં આ બિલ કાયદો બનવા જઈ રહ્યો છે. આ નવા બિલમાં એક નિયમ એવો પણ ઉમેરવામાં આવ્યો છે કે નવું સિમ કાર્ડ લેવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. અને જો તમે બાયોમેટ્રિક વિગતો વિના નવું સિમ ખરીદવા માંગો છો તો તેને 31 ડિસેમ્બર પહેલા ખરીદી લેવાની સલાહ આપવામાં આવે છે. 

શું જીમેલ અકાઉન્ટ બંધ થઈ જશે?

એવા પણ સમાચાર (Smartphone Rules) સામે આવી રહ્યા છે કે જીમેલ એકાઉન્ટ્સ બંધ થવા જઈ રહ્યા છે. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ્સ ડિલીટ કરી રહ્યું છે જેનો એક કે બે વર્ષથી ઉપયોગ નથી થયો. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જો તમે પણ લાંબા સમયથી તમારા કોઈપણ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તેને એકવાર તેને સક્રિય કરો. જો તમારું અકાઉન્ટ છેલ્લા ઘણા સમયથી બંધ છે તો શક્ય છે કે તમારું આવું એકાઉન્ટ ડિલીટ કરવામાં આવી જશે.

શું હવે UPI દ્વારા પેમેન્ટ કરવું બંધ થઈ જશે?

જો તમે એક વર્ષથી વધુ સમયથી તમારા UPI ID નો ઉપયોગ કર્યો નથી, તો તમારું ID 31 ડિસેમ્બર, 2023થી નિષ્ક્રિય (Smartphone Rules) થઈ જશે. માટે જ તમે 1 જાન્યુઆરી, 2024થી ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા UPI પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશો નહીં.

નોમિની અપડેટશન સંબંધિત આ સૂચનાઓ આપવામાં આવી

તમામ ડીમેટ ખાતા ધારકોએ 31 ડિસેમ્બર 2023 સુધીમાં નોમિની સંબંધિત વિગતો અપડેટ (Smartphone Rules) કરવાની રહેશે. આ માટે પહેલા 30મી સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને 31મી ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી.

Lok Sabha new year tech news national news google india