✕

ગરીબીમુક્ત લોકો ફરી ગરીબીમાં ન ધકેલાય એ હવેનું લક્ષ્ય : ‌‌સીતારમણ

24 November, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ નળજોડાણ ૨૦૧૯ના ૩ કરોડથી વધીને ૧૬ કરોડ નજીક પહોંચ્યાં છે. ઉજ્જ્વલા, આવાસ અને આયુષ્માન ભારત યોજનાઓએ પરિવારોને આર્થિક સુરક્ષા આપી છે.

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે ભારતમાં ગરીબી-નિવારણના આગામી તબક્કામાં એ સુનિશ્ચિત કરવું પડશે કે ગરીબીમાંથી બહાર આવેલા લોકો ફરી એમાં ન ધકેલાય. ૨૩ નવેમ્બરે લિન્ક્ડઇન પર પ્રકાશિત લેખમાં તેમણે લખ્યું કે કલ્યાણકારી સુરક્ષા સાથે હવે નાણાં, બજાર, ઉદ્યોગસાહસિકતા અને ડિજિટલ અર્થતંત્રની તકો વિસ્તારવી જરૂરી છે. વર્લ્ડ બૅન્કના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે ૨૦૧૧થી ૨૦૨૩ દરમ્યાન અંદાજે ૫૦ કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને અત્યંત ગરીબી લગભગ નાબૂદ થઈ છે. સીતારમણે નોંધ્યું કે ‘ગરીબી માત્ર આવકની અછત નથી; પાકું ઘર, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા અને આરોગ્ય-સુવિધા વિના એક બીમારી પરિવારની બચત ખતમ કરી શકે છે. સ્વચ્છ ભારત મિશનથી વાર્ષિક અંદાજે ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ શિશુ મૃત્યુ અટકાવી શકાયાં છે, જ્યારે જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ નળજોડાણ ૨૦૧૯ના ૩ કરોડથી વધીને ૧૬ કરોડ નજીક પહોંચ્યાં છે. ઉજ્જ્વલા, આવાસ અને આયુષ્માન ભારત યોજનાઓએ પરિવારોને આર્થિક સુરક્ષા આપી છે.’

nirmala sitharaman swachh bharat abhiyan world health organization india news national news food and drink finance news indian government