દુનિયામાં પરંપરાના નામે ઘણી એવી માન્યતાઓ છે, જેનું પાલન કરવું એ અનેક સવાલો પર વિચાર કરવા મજબુર કરે છે. એવી જ એક પ્રથા છે ફીમેલ જેનિટલ કટિંગ. દાઉદી બોહરા સમાજમાં આ પ્રથાને અનુસરવામાં આવે છે. આ પ્રથામાં છોકરીઓના ક્લિટોરલ હૂડને કાપી નાખવામાં આવે છે. FGC એટલે કે ફીમેલ જેનિટલ કટિંગની આ પરંપરા માત્ર ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં જોવા મળે છે. જોકે, આપણે કોઈ ધર્મની પ્રથા કે માન્યતાની વાત નથી કરવાની. પરંતુ એફજીએમ આધારિત બનેલી એક શોર્ટ ફિલ્મ વિશે જાણવાનું છે. એક એવી ફિલ્મ, જેમાં FGC બાદ છોકરીઓ કેવી સ્થિતિમાંથી પસાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. તેમજ નવી શરૂઆતનો એક વિચાર મુકી જાય છે.
26 February, 2024 10:55 IST | Mumbai | Nirali Kalani