પહેલી એપ્રિલથી આવકવેરા કાયદામાં ફેરફાર થશે, ઑડિટ ન હોય એવા કેસમાં ITR ૩૧ ઑગસ્ટ સુધી ફાઇલ કરી શકાશે

17 March, 2026 07:18 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૬ દાયકા જૂના આવકવેરા કાયદાને બદલીને હવે પહેલી એપ્રિલથી ઇન્કમ ટૅક્સ ઍક્ટ 2025 અમલમાં આવશે. નવા કાયદામાં સરળ ભાષા રજૂ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

૬ દાયકા જૂના આવકવેરા કાયદાને બદલીને હવે પહેલી એપ્રિલથી ઇન્કમ ટૅક્સ ઍક્ટ 2025 અમલમાં આવશે. નવા કાયદામાં સરળ ભાષા રજૂ કરવામાં આવી છે અને કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં જાહેર કરાયેલા પ્રસ્તાવો એ જ રહેશે. આ ફેરફારોનો હેતુ કૉમ્પ્લાયન્સને સરળ બનાવવાનો, સમયરેખાને તર્કસંગત બનાવવાનો અને રોકાણકારો, વ્યવસાયો અને વ્યક્તિઓને અસર કરતી ચોક્કસ કર-જોગવાઈઓમાં ફેરફાર કરવાનો છે. 

હવે ઑડિટ ન હોય એવા કેસ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈથી લંબાવીને ૩૧ ઑગસ્ટ કરવામાં આવી છે અને સુધારેલું રિટર્ન હવે આવતા વર્ષના ૩૧ માર્ચ સુધી ફાઇલ કરી શકાશે. કલમ ૧૭૨ કેસ જેવી ખાસ જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવેલા કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર રાખવામાં આવી છે. જેમનાં ખાતાંઓનું ઑડિટ જરૂરી છે એવી કંપનીઓ અને કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ ઑક્ટોબર રહેશે.

national news india income tax department indian government finance news finance ministry