30 September, 2024 09:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક કેસને લગતી જાણકારી મેળવવા માટે ગુરુગ્રામ પોલીસે જાણીતી મેસેજિંગ સર્વિસ વૉટ્સઍપના ડિરેક્ટરોને વિનંતી કરી હતી, પણ આ જાણકારી તેમણે નહીં આપતાં પોલીસે તેની વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. એક કેસને લગતાં ત્રણ અકાઉન્ટની માહિતી પોલીસ દ્વારા માગવામાં આવી હતી. પબ્લિક સર્વન્ટ દ્વારા કેસને લગતી જાણકારી પૂરી નહીં પાડવાની કલમો હેઠળ કૃષ્ણા ચૌધરી અને અન્ય સામે કેસ નોંધવામાં આવ્યો છે.