કૉક્રૉચ જનતા પાર્ટીએ શરૂ કર્યું પહેલું ગ્રાઉન્ડ કૅમ્પેન- ખાડા, કચરાના ઢગલા દેખાય તો વિડિયો બનાવો અને મોકલો

31 May, 2026 07:44 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વિડિયોનો મુખ્ય સંદેશ ગંદકી, ખુલ્લી ગટર અને નબળી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

અભિજિત દીપકેની આગેવાની હેઠળની કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની પોસ્ટમાં પહેલા ગ્રાઉન્ડ કૅમ્પેનની શરૂઆત કરી છે. એમાં દેશના યુવાનોને જર્જરિત માળખાકીય સુવિધાઓ અને નાગરિક સમસ્યાઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે જણાવવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ૩ મિનિટના વિડિયોમાં પાર્ટીના સમર્થકોને  સ્કૂટર ગરકાવ થઈ જાય એવા ખાડા, કચરાના ઢગલા, તૂટેલી સ્ટ્રીટલાઇટ, સરકારી કચેરીઓમાં બેદરકારી અને અન્ય નાગરિક સમસ્યાઓ માટે વિડિયો બનાવીને મોકલવાનું કહેવામાં આવ્યું છે. આ વિડિયોમાં કૉક્રૉચ આકારનો માસ્ક પહેરેલો એક માણસ શહેરની શેરીઓ અને ગટરોમાં ફરતો જોવા મળે છે. વિડિયોનો મુખ્ય સંદેશ ગંદકી, ખુલ્લી ગટર અને નબળી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે.

national news india political news indian politics social media