31 May, 2026 10:36 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પંજાબમાં ૮ મ્યુનિસિપલ કૉર્પોરેશનો, ૭૫ મ્યુનિસિપલ કાઉન્સિલો અને ૧૯ નગરપંચાયતોની ૨૬ મેએ યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ને ભારે સફળતા મળી છે. ૧૯૭૭ વૉર્ડની ચૂંટણીમાં ૯૫૪ વૉર્ડ જીતીને પાર્ટીએ એનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ૩૯૦ વૉર્ડમાં જીત મેળવીને કૉન્ગ્રેસ બીજા ક્રમે રહી હતી, જ્યારે ૨૫૧ અપક્ષ ઉમેદવારો જીતીને ત્રીજા ક્રમે રહ્યા હતા. પુનરાગમનનો દાવો કરનારો અકાલી દળ ૧૯૧ વૉર્ડ સાથે ચોથા ક્રમે રહ્યો હતો. BJPને ૧૭૦ અને બહુજન સમાજ પાર્ટીને ૭ વૉર્ડમાં વિજય મળ્યો હતો. આ ચૂંટણીમાં કુલ ૭૫૫૪ ઉમેદવારો મેદાનમાં હતા.
આઠમાંથી પાંચમાં AAPને બહુમતી
૮ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં મોહાલી, ભટિંડા, અબોહર, બરનાલા, કપૂરથલા, મોગા, બટાલા અને પઠાણકોટનો સમાવેશ છે. મોહાલી, ભટિંડા, મોગા, બરનાલા અને બટાલામાં AAPને બહુમતી મળી છે. કપૂરથલામાં કૉન્ગ્રેસને અને અબોહરમાં BJPને બહુમતી મળી છે. પઠાણકોટમાં કોઈને બહુમતી મળી નથી, પરંતુ BJPને ૫૦માંથી બાવીસ બેઠકો મળી છે.