થાણેની ૧૫ વર્ષની વિદ્યાર્થીનીનો વિનયભંગ કરીને ધમકીથી ૫૦,૦૦૦ રૂપિયા પડાવનાર યુવાનની ધરપકડ

05 March, 2026 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

થાણેના લોકમાન્યનગરમાં રહેતી ૧૫ વર્ષની સ્કૂલની વિદ્યાર્થિનીનો વિનંયભગ કરીને, તેને ધમકી આપીને ૫૦,૦૦૦ રૂપિયા પડાવવવાના આરોપમાં વર્તકનગર પોલીસે મંગળવારે ૨૩ વર્ષના પ્રથમેશ દેસાઈની ધરપકડ કરી હતી. ટીનેજરની મમ્મીએ પહેલી માર્ચે પોલીસ-ફરિયાદ કર્યા બાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન આરોપીએ ટીનેજરને અનેક વખત એકાંત સ્થળોએ લઈ જઈને તેનો વિનંયભગ કર્યો હતો. ત્યાર બાદ આરોપીએ તેમના સંબંધ વિશે તેનાં મમ્મી-પપ્પાને જાણ કરવાની ધમકી આપી હતી. છ મહિનાના ગાળામાં તેણે અલગ-અલગ સમયે ૫૦,૦૦૦ રૂપિયા પડાવ્યા હતા. સતત માનસિક દબાણ, ધમકીઓ અને નાણાકીય માગણીઓથી પરેશાન થયેલી ટીનેજર અંતે આ વાત સહન નહોતી કરી શકી અને તેણે સમગ્ર હકીકત પોતાના પેરન્ટ‍્સને જણાવી હતી. ત્યાર બાદ પેરન્ટ‍્સે તરત જ પોલીસનો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

વર્તકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલુ છે અને જરૂરી પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે.’

mumbai news mumbai thane crime thane Crime News mumbai crime news mumbai police Protection of Children from Sexual Offences Act POCSO sexual crime