શુદ્ધ હવાની સાથે બેસ્ટની બસમાં કરવા મળશે પ્રવાસ

15 March, 2024 11:14 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

હાઈ એફિશ્યન્સી પા​ર્ટિક્યુલેટ ઍર (એચએપીએ) ફિલ્ટર દર કલાકે ૧૫,૦૦૦ ક્યુબિક મીટર હવા શુદ્ધ કરશે અને ૧૨થી ૧૫ ગ્રામ સસ્પેન્ડેડ પા​ર્ટિક્યુલેટને ઝડપી લેવા સક્ષમ હશે.

ગઈ કાલે ઍર પ્યુરિફાઇંગ સિસ્ટમવાળી બસને લૉન્ચ કરી રહેલા મંુબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકર.

શહેરમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ બગડતો હોવાને લીધે પ્રવાસીઓની સવિશેષ દરકાર કરીને બેસ્ટે ઍર પ્યુરિફાઇંગ સિસ્ટમ સાથે બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આથી બસમાં પ્રવાસીઓ શુદ્ધ હવા શ્વાસમાં લઈ શકશે. હાઈ એફિશ્યન્સી પા​ર્ટિક્યુલેટ ઍર (એચએપીએ) ફિલ્ટર દર કલાકે ૧૫,૦૦૦ ક્યુબિક મીટર હવા શુદ્ધ કરશે અને ૧૨થી ૧૫ ગ્રામ સસ્પેન્ડેડ પા​ર્ટિક્યુલેટને ઝડપી લેવા સક્ષમ હશે.  

મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે બુધવારે એચએપીએ ફિલ્ટર સહિતની ૧૦૦ બસ લૉન્ચ કરી હતી. આવી ૩૦૦ બસ પોતાના કાફલામાં ઉમેરવાનો બેસ્ટનો ઇરાદો છે. આ બસ ભરચક વિસ્તારોમાં દોડશે અને મરોલ (અંધેરી), કુર્લા, બાંદરા, વડાલા અને કોલાબા ડેપોથી પ્રવાસીઓને મળી રહેશે.

mumbai news brihanmumbai electricity supply and transport brihanmumbai municipal corporation mumbai transport mumbai rajendra aklekar