24 November, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એડિબલ ઑઇલની ફૅક્ટરીમાં લાગેલી આગ
નવી મુંબઈમાં રવિવારે રાત્રે એડિબલ ઑઇલ બનાવતી એક ફૅક્ટરીમાં આગ લાગી હતી. વાશીમાં લાગેલી આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હોવાનું નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના અધિકારીએ જણાવ્યું હતું. આગની ઘટના વાશીમાં સેક્ટર-૧૮માં આવેલા પ્લૉટ-નંબર ૩૮માં રાત્રે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. જોકે સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ એટલી ભીષણ હતી કે એને કાબૂમાં લેવાના પ્રયત્નો આખી રાત ચાલ્યા હતા અને આખરે સોમવારે સવારે ૭ વાગ્યે નિયંત્રણ મેળવી શકાયું હતું. આગ શા માટે લાગી એનું કારણ હજી સુધી જાણી શકાયું નહોતુ. જ્યાં આગ લાગી એની બાજુમાં જ ગોકુળ ડેરી યુનિટ તથા કોલ્ડ સ્ટોરેજ યુનિટ હતા. જોકે ફાયરબ્રિગેડના જવાનોએ આગને આ બન્ને યુનિટ સુધી પહોંચવા ન દેતાં વધુ નુકસાન ટાળી શકાયું હતું.