12 January, 2025 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઉદ્ઘાટન કરાયેલી લેન ૩૯૦ મીટર લાંબી અને ૮ મીટર પહોળી છે
મલાડ-વેસ્ટમાં મીઠ ચૌકી પાસે ભારે ટ્રાફિક જૅમ રહેતો હોવાથી લોકોનો સમય અને કીમતી ઈંધણ બન્નેનો વેડફાટ થતો હોવાથી એ જંક્શન પર ‘ટી’ શેપમાં બે ફ્લાયઓવર (એક લેન માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ અને બીજી લેન ગોરેગામ તરફ) તૈયાર કરાયા હતા. ગઈ કાલે માર્વેથી ગોરેગામ જતી લેનને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલે ખુલ્લી મૂકી હતી. એ પહેલાં ૬ ઑક્ટોબરે માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ લેન ખુલ્લી મુકાઈ હતી. જોકે ઉપરથી મેટ્રો પાસ થતી હોવાને કારણે એ ફ્લાયઓવર પરથી ફક્ત કારને પાસ થવા મળશે. હેવી અને ઊંચાં તથા મોટાં વાહનો એના પરથી નહીં દોડાવી શકાય.
ગઈ કાલે ઉદ્ઘાટન કરાયેલી લેન ૩૯૦ મીટર લાંબી અને ૮ મીટર પહોળી છે. આ ‘ટી’ શેપ ફ્લાયઓવર પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે.