✕

બે સગા ભાઈઓએ ૧૫ વર્ષની ટીનેજરની આબરૂ લૂંટી

01 November, 2026 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરબાઝ અને અમન શેખે વિડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર કર્યો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાલાસોપારામાં બે સગા ભાઈઓએ ૧૫ વર્ષની ટીનેજર પર બળાત્કાર કર્યો હોવાની ઘટના બની હતી. ડરાવી-ધમકાવીને ૧૫ વર્ષની ટીનેજર પર બળાત્કાર કરનારા ૩૦ વર્ષના અરબાઝ શેખ અને ૨૪ વર્ષના અમન શેખની પેલ્હાર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર અરબાઝ અને અમને ટીનેજરને તેના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપીને, ડરાવીને બળાત્કાર કર્યો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના ૨૭ ઑક્ટોબરે પેલ્હાર પોલીસ-સ્ટેશનની હદમાં આવતી કપડાંની એક દુકાનમાં બની હતી. તેમણે ટીનેજરને બળાત્કાર કર્યા પછી આ વિશે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી અને જો આ વાતની જાણ કોઈને કરી તો તેના ફોટો અને વિડિયો વાઇરલ કરી દેશે એવી ફરી એક વાર ધમકી આપી હતી. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ઉપરાંત પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી.

nalasopara sexual crime Rape Case mumbai news mumbai police mumbai crime news viral videos social media Protection of Children from Sexual Offences Act POCSO jihad