કફ પરેડમાં ત્રણ મહિનાની બાળકી સાથે સેક્સ્યુઅલ અસૉલ્ટ કરીને તેની હત્યા કરનાર કિન્નરને ફાંસી

28 February, 2024 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮ જુલાઈ ૨૦૨૨ રોજ આ કેસનો આરોપી કિન્નર ફરિયાદીના ઘરે તેમને ત્યાં દીકરી આવી છે એમ કહીને પૈસા માગવા ગયો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેશન્સ કોર્ટે કફ પરેડમાં ૨૦૨૨માં નોંધાયેલા માત્ર ત્રણ મહિનાની બાળકી પર સેક્સ્યુઅલ અસૉલ્ટ કરીને તેની હત્યા કરવાના કેસમાં ૨૪ વર્ષના કિન્નર કન્હૈયા ઉર્ફે કનુ દત્તા ચૌધરીને ફાંસીની સજા સંભળાવી હતી.

કફ પરેડ પોલીસે આ કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘૮ જુલાઈ ૨૦૨૨ રોજ આ કેસનો આરોપી કિન્નર ફરિયાદીના ઘરે તેમને ત્યાં દીકરી આવી છે એમ કહીને પૈસા માગવા ગયો હતો. એ વખત ફરિયાદીએ કહ્યું કે તેની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી અને એટલે તેણે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. એ બાબતે કિન્નરે ખાર રાખ્યો હતો. ત્યાર બાદ કિન્નર મધરાત બાદ એકથી ત્રણ વાગ્યા દરમ્યાન ફરી તેના ઘરે ગયો હતો અને તેની ત્રણ મ​હિનાની બાળકીને ઉપાડી ગયો હતો. તે બાળકી પર સેક્સ્યુઅલ અસૉલ્ટ કરી તેને સમુદ્રના ખાડી વિસ્તારમાં કાદવમાં દાટીને ભાગી ગયો હતો. એ પછી આ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી અને કફ પરેડ પોલીસે તપાસ કરીને કન્હૈયાને ઝડપી લીધો હતો. સેશન્સ કોર્ટનાં ઍડિશનલ જજ મિસિસ એ. યુ. કદમે એ બદલ કન્હૈયાને દોષી ઠેરવીને તેને ગઈ કાલે ફાંસીની સજા ફટકારી હતી. 

mumbai news mumbai cuffe parade