૧ ડિસેમ્બરથી મોબાઇલ પર OTP મોડો આવશે એ વાત સાવ ખોટી છે

01 December, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક મેસેજને ટ્રેસ કરવાની ગાઇડલાઇન્સને કારણે OTP આવવામાં મોડું થશે એ વાત ખોટી છે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડા દિવસથી એવા સમાચાર આવી રહ્યા હતા કે ૧ ડિસેમ્બરથી આધાર, નેટબૅન્કિંગ અને અન્ય સુવિધાઓ માટે મોબાઇલ પર આવતો OTP (વન ટાઇમ પાસવર્ડ) આવવામાં વિલંબ થશે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા ટેલિકૉમ ઑપરેટરોને દેશમાં કરવામાં આવતા દરેક મેસેજને ટ્રેસ કરવાનું કહેવામાં આવ્યું છે એને લીધે OTP મળવામાં વિલંબ થશે એવી વાત ફેલાઈ હતી. જોકે આ સમાચાર ખોટા છે અને TRAI દ્વારા જ એનો ખુલાસો કરવામાં આવ્યો છે.

TRAI દ્વારા એના સોશ્યલ મીડિયાના હૅન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે દરેક મેસેજને ટ્રેસ કરવાની ગાઇડલાઇન્સને કારણે OTP આવવામાં મોડું થશે એ વાત ખોટી છે. TRAI દ્વારા આ નવો નિયમ લાગુ કરવા પાછળનું કારણ એ છે કે બલ્ક મેસેજિસ ક્યાંથી કરવામાં આવે છે એ જાણી શકાય. આમ કરવા પાછળ TRAIનો ઇરાદો નકામા અને છેતરપિંડી કરવાના ઇરાદાથી મોકલાયેલા મેસેજિસને રોકવાનો છે. નવા નિયમ મુજબ દરેક મેસેજ ક્યાંથી મોકલાયો અને કોને મોકલાયો એ એના ઓરિજિનલ સેન્ડર સુધી (રિવર્સમાં) ટ્રેસ કરી શકાવું જોઈએ.

mumbai news mumbai mumbai crime news Crime News cyber crime