28 July, 2025 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જીલ્લામાં વધુ એક છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ટિકિટ બુકિંગ છેતરપિંડી (Ticket Booking Fraud)નો મોટો મામલો સામે આવ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ટ્રાવેલ કંપનીના માલિક વિરુદ્ધ ફ્લાઇટ ટિકિટ બુકિંગ છેતરપિંડીમાં ટ્રાવેલ સબ-એજન્ટ અને ૨૫૦ વિદ્યાર્થીઓ સાથે ૧૫.૩૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે.
પોલીસ (Mumbai Police)એ એક ટ્રાવેલ કંપનીના માલિક વિરુદ્ધ ફ્લાઇટ ટિકિટ બુકિંગ છેતરપિંડીમાં ટ્રાવેલ કંપનીના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી કલ્યાણ (Kalyan)ના ખડકપાડા (Khadakpada) વિસ્તારમાંથી ટ્રાવેલનો ધંધો ચલાવતો હતો. ફ્લાઇટ ટિકિટ બુકિંગ છેતરપિંડી (Ticket Booking Fraud)માં ટ્રાવેલ કંપનીના માલિક વિરુદ્ધ ટ્રાવેલ સબ-એજન્ટ અને ૨૫૦ વિદ્યાર્થીઓ સાથે ૧૫.૩૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે.
ખડકપાડા પોલીસ સ્ટેશન (Khadakpada Police Station)ના અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી સબ-એજન્ટે આરોપીને મુંબઈ (Mumbai)ના ચેમ્બુર (Chembur) વિસ્તારમાં આવેલી એક એન્જિનિયરિંગ કોલેજના ૫૦૦ વિદ્યાર્થીઓ માટે ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું હતું, જેઓ દિલ્હી (Delhi) જવાના હતા. આરોપીઓએ બેચમાં ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા માટે ફરિયાદી પાસેથી, કુલ ૨૯,૭૮,૫૦૦ રૂપિયાની રકમ એકઠી કરી હતી. શરૂઆતમાં, આરોપીએ પ્રથમ બેચમાં ૨૫૦ વિદ્યાર્થીઓ માટે ટિકિટ પહોંચાડી. જેનાથી તેને ફરિયાદી અને કોલેજ સત્તાવાળાઓનો વિશ્વાસ જીતવામાં મદદ મળી. જોકે, બાકીના ૨૫૦ વિદ્યાર્થીઓને ટિકિટ આપવામાં આવી ન હતી. ટિકિટ અથવા રિફંડ માટે અનેક રિમાઇન્ડર્સ અને ફોલો-અપ્સ છતાં, આરોપીઓએ કોઈ જવાબ આપ્યો ન હતો.
આ છેતરપિંડી છેલ્લા ૧૦ મહિનામાં થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, બુકિંગના બીજા તબક્કામાં ૧૫,૩૭,૫૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું, જેના પગલે સબ-એજન્ટે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી.
ખડકપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ માહિતી આપી કે, તેમણે કલ્યાણ સ્થિત ટ્રાવેલ કંપનીના માલિક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS)ની કલમ 318(4) (છેતરપિંડી) અને 316(2) (વિશ્વાસનો ગુનાહિત ભંગ) હેઠળ FIR નોંધી છે.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જોકે, હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
ચેમ્બુરમાં ૯૦,૦૦૦ રુપિયાની ડિજિટલ છેતરપિંડી
ચેમ્બુરના સાંડૂવાડી વિસ્તારમાં રહેતા ફર્નિચરના ગુજરાતી વેપારીની ભાભીનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક કરી તેમની પાસેથી ૯૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ચેમ્બુર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ભાભીનું ડિસ્પ્લે પિક્ચર (DP) દેખાતો એક વૉટ્સઍપ મેસેજ વેપારીને મળ્યો હતો જેમાં ભાભી મુસીબતમાં હોવાનું કહી તાત્કાલિક ૯૦,૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા. DPમાં ભાભીનો ફોટો હોવાથી વેપારીએ વગર કોઈ પૂછપરછ કરી પૈસા મોકલી આપ્યા હતા. જોકે પાછળથી ભાભીએ તમામ લોકોને પોતાનું વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થયું હોવાની જાણ કરતાં ડિજિટલ છેતરપિંડીના કેસમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો હતો.