20 May, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંગઠનોએ દાવો કર્યો છે કે કટોકટીમાં આરોગ્યસંભાળ સેવાઓ ખોરવાશે નહીં.
મહારાષ્ટ્રમાં હજારો કેમિસ્ટો આજે ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા બોલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી એકદિવસીય બંધમાં જોડાયા હોવા છતાં મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ જણાવ્યું હતું કે એણે લાઇફ-સેવિંગ મેડિસિનનો અવિરત પુરવઠો દરદીઓને મળતો રહે એ માટે જિલ્લા સ્તરના ઇમર્જન્સી કન્ટ્રોલ-રૂમ સક્રિય કર્યા છે અને હૉસ્પિટલો અને ૨૪x૭ ફાર્મસીઓ સાથે કો-ઑર્ડિનેશન કર્યું છે.
મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડના ૨૦૦૦થી વધુ કેમિસ્ટો અને જથ્થાબંધ વેપારીઓ ઑનલાઇન મેડિસિન પ્લૅટફૉર્મ અને રીટેલ કેમિસ્ટો વચ્ચેના નિયમોમાં અસમાનતા સામે તેમની માગણીઓ માટે દબાણ કરવા માટે આઝાદ મેદાન ખાતે એકઠા થવાની અપેક્ષા છે.
નવી મુંબઈ રીટેલ કેમિસ્ટ્સ અને હોલસેલર્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી સુનીલ છાજેડે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘આ વિરોધ દેશભરના કેમિસ્ટો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલી ૩ મુખ્ય ચિંતાઓને લઈને છે. પહેલી માગણી ઑનલાઇન દવાઓના ગેરકાયદે વેચાણને સંપૂર્ણપણે બંધ કરવાની છે. બીજું, ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ ૩૦થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે જે રીટેલ કેમિસ્ટ્સને ખરાબ રીતે અસર કરી રહ્યા છે. FDAએ અમારા માટે ડિસ્કાઉન્ટની મર્યાદા લગભગ ૧૬થી ૨૦ ટકા રાખી છે તો પછી ઑનલાઇન કંપનીઓ આવી પ્રથાઓથી કેમ છટકી રહી છે? ઘણાં ઑનલાઇન પ્લૅટફૉર્મ માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ સપ્લાય કરી રહ્યાં છે જે જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે. ઊંઘની ગોળીઓ, વ્યસન થાય એવી દવાઓ અને ગર્ભપાત માટેની ગોળીઓ પણ યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વિના ઑનલાઇન વેચાઈ રહી છે. યુવાનો ઊંઘની ગોળીઓનું વધુ ને વધુ સેવન કરી રહ્યા છે. જો અમે રીટેલ કેમિસ્ટ્સ પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચીએ છીએ તો અમારું લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય છે અને અમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. તો પછી ઑનલાઇન પ્લૅટફૉર્મ માટે અલગ નિયમો શા માટે? અમે કૉમ્પિટિશનની વિરુદ્ધ નથી, પરંતુ એ જેન્યુઇન અને લીગલ હોવી જોઈએ.’ સંગઠનોએ દાવો કર્યો છે કે કટોકટીમાં આરોગ્યસંભાળ સેવાઓ ખોરવાશે નહીં.
મુંબઈના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવેલા અધિકારીઓનો ઇમર્જન્સી સંપર્ક
ઝોન ૧ - દક્ષિણ મુંબઈ, કોલાબાથી ભાયખલા - અજય મહાલે : ૯૩૨૩૬૯૦૩૨૫
ઝોન ૨ - મહાલક્ષ્મીથી વડાલા, શિવડી - હેમંત આડે : ૯૮૬૯૩૩૩૬૫૧
ઝોન ૩ – કુર્લા-ઈસ્ટ, ઘાટકોપર, ચેમ્બુર, ગોવંડી, માનખુર્દ, શિવાજીનગર - પી. આર. રાવત : ૮૦૦૭૮૭૭૮૫૪
ઝોન ૪ – બાંદરા-ઈસ્ટ અને વેસ્ટ, વિક્રોલીથી મુલુંડ, સાકીનાકા, ચાંદિવલી, પવઈ - શીતલ
દેશમુખ : ૯૪૦૪૯૯૩૫૯૮
ઝોન ૫ - ખાર, સાંતાક્રુઝ, વિલે પાર્લે, જુહુ, અંધેરી - પૂનમ સાળુંખેકર : ૮૧૦૮૧૯૨૦૦૧
ઝોન ૬ - જોગેશ્વરી, ગોરેગામ, મલાડ - રાકેશ એડુલવાર : ૯૬૧૯૨૭૦૭૬૬
ઝોન ૭ - કાંદિવલી, બોરીવલી, દહિસર - આરતી કાંબલે : ૯૩૨૩૪૫૯૮૯૬
આવતી કાલથી રિક્ષા-ટૅક્સીની દિલ્હીમાં ૩ દિવસની હડતાળ
ઈંધણના વધતા ભાવ વચ્ચે દિલ્હીના ટૅક્સી અને ઑટો-ડ્રાઇવરોએ ભાડાવધારાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું છે. દિલ્હીમાં કમર્શિયલ વાહનચાલકોનાં વિવિધ યુનિયનોએ ૨૧ મેથી ૨૩ મે સુધી ૩ દિવસની હડતાળની જાહેરાત કરી છે. ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજિત સિંહ સંધુ અને મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાને પત્ર લખીને તેમની માગણીઓ રજૂ કરી હતી. આ સંદર્ભમાં ચાલક શક્તિ યુનિયનના ઉપપ્રમુખ અનુજકુમાર રાઠોડે જણાવ્યું હતું કે કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG), પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોને કારણે મધ્યમ વર્ગના ડ્રાઇવરો તેમના પરિવારોનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેથી દિલ્હીમાં અન્ય સંગઠનો સાથે યુનિયને ૨૧, ૨૨ અને ૨૩ મેએ ચક્કાજામ (હડતાળ)નું આહવાન કર્યું છે, જેમાં લોકોને આ દિવસો દરમ્યાન વાહન ન ચલાવવાની વિનંતી કરવામાં આવી છે.