મેટ્રોમાં સ્ટન્ટ કરી રહેલા આ લટકેરામને ઠપકો મળ્યો

12 March, 2026 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MMMOCLએ ભાર મૂક્યો હતો કે મેટ્રો જાહેર મિલકત છે જેનો ઉપયોગ બધા મુસાફરો દ્વારા જવાબદારીપૂર્વક થવો જોઈએ.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મેટ્રોના હૅન્ડલ પર લટકીને કરતબ કરતા એક બાળકનો વિડિયો વાઇરલ થતાં મહા મુંબઈ મેટ્રોપૉલિટન ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ એની ખાસ નોંધ લીધી છે. આ રીતે લટકીને સ્ટન્ટ કરવો જોખમી હોવાથી MMMOCLએ મુસાફરોને આ બાબતે ખાસ સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને સતર્ક કર્યા છે. એક મુસાફર દ્વારા મૂકવામાં આવેલી આ ક્લિપમાં બાળક મેટ્રોમાં મુસાફરી કરતી વખતે ઉપરના હૅન્ડલ પર લટકી રહ્યો હતો. આવા સ્ટન્ટને લીધે બાળક અને અન્ય મુસાફરોને ઈજા થવાનું જોખમ હોવાને કારણે MMMOCLએ બાળકનો વાઇરલ ફોટો પોસ્ટ કરીને તેનાં મમ્મી-પપ્પાને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન આપવાની વિનંતી કરી હતી. MMMOCLએ ભાર મૂક્યો હતો કે મેટ્રો જાહેર મિલકત છે જેનો ઉપયોગ બધા મુસાફરો દ્વારા જવાબદારીપૂર્વક થવો જોઈએ.

mumbai metro viral videos social media Crime News mumbai crime news