15 June, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઇસક્રીમ
મલાડના ડૉક્ટરે ઑનલાઇન મગાવેલા યમ્મો આઇસક્રીમમાંથી આંગળી મળી આવતાં કરેલી પોલીસ-ફરિયાદ બાદ હવે કંપનીએ કહ્યું છે કે અમે થર્ડ પાર્ટી પાસે આઇસક્રીમ તૈયાર કરાવતા હતા એ રોકી દેવામાં આવ્યું છે; આ ઉપરાંત માર્કેટમાં ડિસ્ટ્રિબ્યુટ કરેલો આઇસક્રીમનો સ્ટૉક પાછો ખેંચી લીધો છે એેટલું જ નહીં, અમારી પાસે ગોડાઉનમાં રહેલા સ્ટૉકનો પણ નાશ કર્યો છે.
આ સંદર્ભે મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવિ અડાણેએે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ સંદર્ભે કેસ નોંધીને અમે એ પર્ટિક્યુલર આઇસક્રીમનો બૅચ ક્યાં બન્યો હતો એની માહિતી મેળવી વધુ તપાસ કરી રહ્યા છીએ. પોલીસ હવે આ કેસમાં આંગળીના એ ટુકડાને ફૉરેન્સિક લૅબમાં મોકલીને એનું DNA ટેસ્ટિંગ કરાવવાની છે.