ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવ માટે થાણે સુધરાઈ શાડૂ માટીની મૂર્તિઓનું લાઇસન્સ આપવાનું વિચારી રહી છે

17 January, 2025 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી એથી પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી વધુ ને વધુ શાડૂની માટીની મૂર્તિ જે પાણીમાં ઓગળી જાય છે

પ્રતીકાત્મક તસવીર

પર્યાવરણ પૂરક ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા બૉમ્બે હાઈ કોર્ટ અને પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે સૂચવેલી ગાઇડલાઇન્સને અનુસરીને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) મૂર્તિકારોને ગણેશમૂર્તિ બનાવવા શાડૂ માટી અને જગ્યા પણ આપવાની છે. ગયા વર્ષે થાણેમાં ૩૦ ટકા જેટલી મૂર્તિઓ શાડૂ માટીની પર્યાવરણ પૂરક બનાવવામાં આવી હતી.

પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી એથી પાણીમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી વધુ ને વધુ શાડૂની માટીની મૂર્તિ જે પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાંની જીવસૃષ્ટિને માટે જોખમી નથી એ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. TMC દ્વારા શાડૂ માટીની એ મૂર્તિઓની ક્વૉલિટી અને ઑથેન્ટિસિટીની ખાતરી આપવા લાઇસન્સ આપવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે. 

ganpati ganesh chaturthi visarjan thane municipal corporation thane mumbai mumbai news