✕

થાણે: પાતલીપાડા બ્રિજ પર એક્સિડન્ટ: કેમિકલ ટેન્કર ઊંધું વળી જતાં ટ્રાફિક જૅમ

04 November, 2026 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Accident: આ એક્સિડન્ટમાં કેમિકલ ભરેલ એક ટ્રક અને અન્ય ત્રણ વેહિકલ્સ એકમેક સાથે અથડાયાં હતાં.  ટ્રકમાં ૨૦ હજાર લીટર જેટલું કેમિકલ હોવાની માહિતી સામે આવી છે. ટ્રક ઊંધો વળી ગયો હતો

ઊંધો વળી ગયેલો કેમિકલ ભરેલો ટ્રક.

થાણે વેસ્ટમાં ઘોડબંદર રોડ પર મોડી રાત્રે એક્સિડન્ટ (Thane Accident) થયો હતો. આ એક્સિડન્ટમાં કેમિકલ ભરેલ એક ટ્રક અને અન્ય ત્રણ વેહિકલ્સ એકમેક સાથે અથડાયાં હતાં.  ટ્રકમાં ૨૦ હજાર લીટર જેટલું કેમિકલ હોવાની માહિતી સામે આવી છે. ટ્રક ઊંધો વળી ગયો હતો. બનાવની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમો ત્યાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર મોડી રાત્રે ૨.૪૪ વાગ્યે પાટલીપાડા બ્રિજ પાસે આ ગોઝારી દુર્ઘટના થઈ હતી. એક વ્યક્તિના ઘાયલ થયા હોવાના પણ રિપોર્ટ્સ છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ પાસેથી મળતી માહિતી અનુસાર થાણેથી ઘોડબંદર તરફ જઇ રહેલ વેહિકલના વાહનચાલકે પાટલીપાડા બ્રિજ પર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાહન ડિવાઇડર સાથે ભટકાયું (Thane Accident) હતું. ત્યારબાદ શાકભાજીથી ભરેલ એક પિકઅપ ટેમ્પો પણ ડિવાઇડર સાથે અથડાયો હતો. આ જ સમયે પાછળથી આવી રહેલ ટ્રક પણ અથડાઇને ઊંધો વળી ગયો હતો. જેમાં ૨૦ હજાર લીટર કેમિકલ ભરેલું હતું. આ રોડ એક્સિડન્ટમાં ટેમ્પોચાલકને ઇન્જરી થઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસકર્મીઓએ ટ્રક ડ્રાઈવરને તબડતોબ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ટ્રાફિક વ્યવસ્થા પર પણ અસર પડી

ઘોડબંદર રોડ પર થયેલ આ માર્ગઅકસ્માત (Thane Accident) બાદ એક સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ તૂટી પડ્યો હતો.  પલટી ગયેલા ટેન્કરના ટ્રેલરમાંથી ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. હાલમાં અધિકારીઓએ તૂટી પડેલા થાંભલાને હટાવ્યો છે અને રસ્તા પરથી કાટમાળ દૂર કર્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસ, કાસરવડવલી પોલીસ સ્ટેશન, ચિતલસર પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક રેસ્ક્યૂ વેહિકલ, એક યુટિલિટી વેહિકલ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વીજવિભાગના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.  ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી દૂર કર્યા હતા. આ ઘટનાને પગલે થાણે-ઘોડબંદર રોડ પર ટ્રાફિકની અવરજવર પર પણ અસર પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં સત્તાવાળાઓ ઘટનાસ્થળ પરથી કાટમાળ દૂર કરી રહ્યા છે જેથી ફરીથી નોર્મલ વાહનવ્યવહાર શરૂ થઈ શકે.

થાણે-ઘોડબંદર રોડ પર ટ્રાફિક જૅમના દૃશ્યો સર્જાય હતા. જેના વિડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહ્યા છે.

એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા દીકરાની માતાને ૬ વર્ષ બાદ વળતર મળ્યું

થાણે MACTએ ૨૦૨૦ના માર્ગ અકસ્માતમાં (Thane Accident) પુત્રને ગુમાવેલ માતાને ૩૮ લાખ રૂપિયાનું વળતર અપાવ્યું છે. એક અન્ય અકસ્માતની વાત કરીએ તો ૨૦૨૦માં થયેલ એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા રેલ્વે કર્મચારીની માતાને વળતરમાં 38.13 લાખ રૂપિયા આપવાનો આદેશ થાણે MACTએ પાયો છે. આદેશમાં જણાવાયું હતું કે અકસ્માત એક કિશોર મોટરબાઈક સવારની બેદરકારીને કારણે થયો હતો.

mumbai news mumbai thane thane municipal corporation road accident ghodbunder road