07 September, 2023 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડે અને શાહરુખ ખાન (ફિલ્મ લૂક)
બૉલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ `જવાન`નું ટ્રેલર (Jawan Trailer)ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા અઠવાડિયે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શાહરૂખ ખાને લગભગ સાડા ત્રણ મિનિટના વીડિયોમાં શાનદાર ડાયલોગ્સ આપ્યા છે. તેના ડાયલોગ્સના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ જવાનના ટ્રેલરમાં શાહરૂખ ખાને એક ડાયલોગ બોલ્યો છે જેને લોકો તેના પુત્ર આર્યન ખાન કેસ સાથે જોડી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું કે આ ડાયલોગ એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede)ને પરોક્ષ રીતે કહેવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ડાયલોગ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી.
હવે તમે વિચારતા હશો કે ટ્રેલરમાં એવો કયો ડાયલોગ છે, જેના પર આટલો બધો હંગામો થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે ફિલ્મના ટ્રેલરમાં સૌથી વધુ વાયરલ ડાયલોગ કયો છે. ટ્રેલરના અંતમાં શાહરૂખ ખાન લોખંડનો સળિયો ખભા પર રાખતા ડાયલોગ બોલે છે - "દીકરાને હાથ લગાડતા પહેલા પિતા સાથે વાત કર." ટ્રેલરની માત્ર 12 સેકન્ડની આ ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકોએ તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. લોકોએ કહ્યું કે શાહરુખે પોતાના ડાયલોગ્સથી ઘણા લોકો પર નિશાન સાધ્યુ છે. એક યુઝરે લખ્યું, "આ મેસેજ વ્યક્તિગત છે અને સમીર વાનખેડેને વળતો જવાબ છે."
આ દરમિયાન સમીર વાનખેડેનું પણ એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટને શાહરુખ ખાનના ડાયલોગના જવાબની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. સમીર વાનખેડે ટ્વિટમાં નિકોલ લ્યોન્સનો એક ક્વોટ શેર કર્યો છે. જેમાં લખ્યું છે, "મેં અગ્નિને ચાંટ્યો છે અને એની એ દરેકની રાખમાં હું નાચ્યો છું જેને બાળ્યા છે. તમારા તરફથી મને નરકનો ડર નથી." આ સાથે જ તેમણે લખ્યું છે કે આ ક્વોટ મને હંમેશા પ્રેરણા આપે છે!
વીડિયો પર ઘણા લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી છે.
નેટીઝન્સે તે ક્લિપ શેર કરીને તેમની પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે લખ્યું, "તમારા પુત્રને સ્પર્શ કરતા પહેલા પિતા સાથે વાત કરો. SRK દ્વારા સમીર વાનખેડેને ફ્લાઈંગ કિસ." કેટલાક લોકોએ આ ડાયલોગને સમીર વાનખેડેને શાહરૂખનો જવાબ ગણાવ્યો છે. ઘણા લોકોએ સમીર વાનખેડેના હેશટેગનો ઉપયોગ કરીને આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તે આ ડાયલોગ બોલી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, "ખેલ ગયા પઠાણ." ત્રીજા યુઝરે લખ્યું કે, "આ સ્પષ્ટપણે સમીર વાનખેડે માટેનો સંદેશ છે." ચોથા યુઝરે લખ્યું, "શું સમીર વાનખેડેને કોઈ પડકાર છે?"