ડોમ્બિવલીમાં ગેરકાયદે ચાલતા LPG ગૅસ-ગોડાઉન પર રેઇડ

14 December, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૅક માર્કેટમાં વેચાતાં ૧૮૩૯ સિલિન્ડર અને ૭ વાહનો જપ્ત

પ્રતીકાત્મક તસવીર

એક મોટી કાર્યવાહીમાં રૅશન ડિ​સ્ટ્રિબ્યુશન કન્ટ્રોલર ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટના વિજિલન્સ વિંગના ઑફિસરોએ ચોક્કસ માહિતીના આધારે ડોમ્બિવલીના સાગાવમાં રેઇડ પાડી હતી. ઑફિસરોએ ગેરકાયદે સ્ટોર કરાયેલાં અને કાળા બજારમાં વેચાતાં ઘરમાં વપરાતાં લિ​ક્વિડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં ૧૮૩૯ સિલિન્ડર અને એ ટ્રાન્સપોર્ટ કરતાં ૭ વાહનો જપ્ત કર્યાં હતાં. કુલ ૬૭.૧૪ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હતી.

આ બાબતે વિજિલન્સ ટીમના ઑફિસરે કહ્યું હતું કે ‘ભરચક વસ્તીની વચ્ચોવચ આવેલું એ ગોડાઉન કોઈ પણ સેફ્ટી ​ક્લિયરન્સ વગર અને લાઇસન્સ વગર ઑપરેટ કરાતું હતું. આ બાબતે સંબંધિત ઑથોરિટીને જાણ કરવામાં આવી છે અને એ બાબતે વધુ તપાસ ચલાવાઈ રહી છે કે એ ગોડાઉન કોની માલિકીનું છે? એ સિલિન્ડર કઈ ગૅસ-એજન્સીઓ પાસેથી મેળવવામાં આવ્યાં હતાં અને એના ટ્રાન્સપોર્ટ સાથે કોણ સંકળાયેલું હતું.’  

mumbai news mumbai petroleum dombivli mumbai police Crime News