midday

ઔરંગઝેબની કબરનું સંરક્ષણ હટાવવાની માગણી કરતી પિટિશન બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી

24 March, 2025 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની કબરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે એટલે એને હટાવવાનું અત્યારે શક્ય નથી. આ વિશેષ દરજ્જો હટાવ્યા બાદ મહાનગરપાલિકાનું બુલડોઝર કબર તોડી શકે છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલા ખુલદાબાદમાં ઔરંગઝેબની કબર છે એને હટાવવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે કબર હટાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન પણ કરવામાં આવી છે. રતન લથ નામના એક પારસી ભાઈએ બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન કરી છે અને એમાં કહ્યું છે કે ઔરંગઝેબની કબર બાબતે જરૂર ન હોવા છતાં વિવાદ કરવામાં આવી રહ્યો છે. હું હિન્દુ ન હોવા છતાં દેશપ્રેમી છું. ઔરંગઝેબ ક્રૂર હતો. તેણે છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો હતો. આવી વ્યક્તિની કબરને રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકનો દરજ્જો આપવો યોગ્ય નથી. આ નિર્ણયથી દેશપ્રેમી મુસ્લિમ સમાજ પણ મુશ્કેલીમાં મુકાયો છે. ઔરંગઝેબે એક પણ સારું કામ નહોતું કર્યું. તે અત્યંત ક્રૂર હતો અને તેણે સત્તા માટે અસંખ્ય લોકોનો ભોગ લીધો હતો. આવી વ્યક્તિ માટે આપણે ઝઘડીએ છીએ? તે આપણો બાદશાહ નહોતો. તે ભારતનો હતો જ નહીં. તેનો જન્મ ભારતમાં થયો હોવા છતાં ભારત સાથે તેને કોઈ લેવાદેવા નહોતી. તેની કબરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે એટલે એને હટાવવાનું અત્યારે શક્ય નથી. આ વિશેષ દરજ્જો હટાવ્યા બાદ મહાનગરપાલિકાનું બુલડોઝર કબર તોડી શકે છે.’

Whatsapp-channel
Chhatrapati Sambhaji Nagar aurangzeb bombay high court news maharashtra maharashtra news mumbai police mumbai mumbai news