✕

ચોમાસાની સત્તાવાર વિદાય

04 October, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે મુંબઈમાં વરસાદ માટે નહીં પણ ગરમી માટે યલો અલર્ટ, કડક તડકા અને ભેજને કારણે મુંબઈગરા પરસેવે રેબઝેબ

ગઈ કાલે બાંદરામાં ગરમીને કારણે કેટલીક યુવતીઓએ દુપટ્ટાથી માથું ઢાંકી દીધું હતું. તસવીર : સૈયદ સમીર અબેદી

હજી તો ઑક્ટોબર મહિનો બેઠો છે અને ત્યાં જ ઑક્ટોબર હીટનો જોરદાર અહેસાસ મુંબઈગરાને થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મૉન્સૂને ગઈ કાલે મુંબઈમાંથી સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ૨૪ વર્ષ બાદ પાંચમી ઑક્ટોબર પહેલાં મૉન્સૂને વિદાય લીધી છે. આ પહેલાં ૨૦૦૨માં ૩૦ સપ્ટેમ્બરે મૉન્સૂને સત્તાવાર વિદાય લીધી હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મુંબઈમાં ટેમ્પરેચરમાં વધારો થઈ શકે છે. એથી મુંબઈ સહિત કોકણમાં વધતી ગરમીને લઈને યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. ભારે ગરમી અને ભેજને કારણે લોકોને અલર્ટ રહીને સાવચેતીનાં જરૂરી પગલાં લેવા કહેવાયું છે. 
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓછા વરસાદને કારણે મુંબઈમાં બફારો વધી શકે છે. પહેલાં મૉન્સૂન ૮ ઑક્ટોબરે પાછું ફરવાની શક્યતા હતી, પણ એ ઑલરેડી ગઈ કાલે જ વિદાય લઈ ચૂક્યું છે. એમાં પણ એલ નિન્યોની અસર હાલ જે મધ્યમ સ્વરૂપની છે એ આગળ જતાં વધુ ઘેરી બની શકે છે.
કોકણમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ અસમાન જોવા મળ્યું હતું. પાલઘર, થાણે અને મુંબઈમાં ઍવરેજ વરસાદ પડ્યો છે; પણ સાઉથ કોકણના રત્નાગિર અને સિધુદુર્ગ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું જ રહ્યું હતું. વરસાદમાં મોટો ગૅપ પડી જવાને કારણે ત્યાંનો મોટા ભાગનો વિસ્તાર સૂકો જ રહ્યો છે. ઑક્ટોબરની શરૂઆતમાં ટેમ્પરેચર વધવાની શક્યતા છે. આવનારા ૩ દિવસમાં ટેમ્પરેચર પણ વધી શકે અને ભેજને કારણે બફારો પણ અનુભાવાય એટલે મુંબઈ સહિત કોકણમાં ગરમી માટે અલર્ટનો ઇશારો આપવામાં આવ્યો છે.  

mumbai news mumbai mumbai monsoon mumbai rains indian meteorological department