04 November, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોસ્ટર
બાબા સિદ્દીકીની હત્યા કરવાનો દાવો કરનારી અને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારી બિશ્નોઈ ગૅન્ગના ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈને વિધાનસભાની ચૂંટણી લડવાની ઑફર કરનારી ઉત્તર ભારતીય સેનાના મુંબઈમાં ‘સાવધાન... ઉત્તર ભારતીય બટોગે તો પિટોગે’ લખેલાં પોસ્ટરો ચર્ચાનો વિષય બન્યાં છે. મહારાષ્ટ્ર વિધાનસભાની સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણી પણ ૨૦ નવેમ્બરે યોજાવાની છે એને ધ્યાનમાં રાખીને ઉત્તર ભારતીયોને એકજૂટ રહેવા માટેનો મેસેજ આપવા માટે આવાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હોવાની શક્યતા છે.