હવે એમટીએચએલ પર બેસ્ટની બસ દોડશે!

07 February, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેસ્ટે એસ-૧૪૫ બસરૂટ ફાઇનલ કર્યો છે, જે ભારતની સૌથી લાંબી સી-લિન્ક મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પર ચાલનારી પહેલી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ છે

અટલ સેતુ

બેસ્ટે ‘ચલો ઍપ’ સાથે એસ-૧૪૫ બસરૂટ ફાઇનલ કર્યો છે, જે ભારતની સૌથી લાંબી સી-લિન્ક મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક - એમટીએચએલ (અટલ સેતુ) પર ચાલનારી પહેલી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ છે. ઉપરાંત બેસ્ટે નવી મુંબઈના ઉલવે નોડ સુધી એના રૂટ્સ પહોંચાડી દીધા છે. આ પ્રીમિયમ સર્વિસ ઉપરાંત સામાન્ય બસો પણ આ રૂટ પર ચાલે એવી લાંબા ગાળાની યોજના છે.
રૂટ એસ-૧૪૫ પર બસ કોંકણ ભવન, બેલાપુર અને અટલ સેતુ થઈને વર્લ્ડ ટ્રેડ સેન્ટર સુધી જશે. સાંઈ સંગમ-તરઘર-ઉલવે નોડ-આઇતરુમાતા-કામધેનુ ઑકલૅન્ડ્સ-એમટીએચએલ-ઈસ્ટર્ન ફ્રીવે– સીએસએમટી-ચર્ચગેટ સ્ટેશન થઈને ચાલશે અને કફ પરેડ અંતિમ સ્ટેશન હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં બે બસ સવારે બેલાપુરથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને બે સાંજે વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી બેલાપુર સુધી ચલાવવામાં આવશે.

ટોલ ચાર્જ વિશે બેસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ રૂટ અને ભાડાના સ્ટ્રક્ચરની વિગતો પર કામ કરી રહ્યા છે. રિસ્પૉન્સ અને રિવ્યુ માટે નિષ્ણાતો સાથે ટ્રાયલ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં બીજેપીમાં જોડાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય સંચાર અને શિપિંગ પ્રધાન મિલિંદ દેવરાએ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ને નવા ખૂલેલા અટલ સેતુ પર ‘બસ પ્રાયોરિટી લેન’ રાખવા વિનંતી કરી હતી. 

mumbai news mumbai brihanmumbai electricity supply and transport mumbai trans harbour link mthl atal setu