કાંજુરમાર્ગ સ્ટેશને નૉર્થ-સાઉથ કનેક્ટર ખુલ્લો મૂકવામાં આવ્યો

14 March, 2024 01:57 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ તરફથી આ જોડાણ રાહદારીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે

કાંજુરમાર્ગ લિન્ક-વે ૧૪૦ મીટર લાંબો અને ચાર મીટર પહોળો છે

કાંજુરમાર્ગ સ્ટેશને નૉર્થ-સાઉથ કનેક્ટરને આખરે સોમવારે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ તરફથી આ જોડાણ રાહદારીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. તદુપરાંત એલબીએસ રોડથી કાંજુરમાર્ગ ઈસ્ટ અને એથી આગળ રાહદારીઓ પ્લૅટફૉર્મમાં પ્રવેશ્યા વિના સ્ટેશનને ક્રૉસ કરી શકશે.

મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનના એક ​સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘પૂર્વ તરફના વૉકવે સાથે કલ્યાણ છેડાના ફુટ ઓવરબ્રિજને કાંજુરમાર્ગ લિન્ક જોડે છે. એને ૧૧ માર્ચે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કનેક્ટર ૧૪૦ મીટર લાંબો અને ચાર મીટર પહોળો છે તથા એને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો છે.’

પવઈ–કાંજુરમાર્ગ–એમઆઇડીસી ઍ​ક્સિસમાં છેલ્લાં થોડાં વરસોથી એકધારો વિકાસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ઑફિસ-સ્પેસ અને રેસિડે​ન્શિયલ કૉમ્પ્લેક્સ વધી રહ્યાં છે. કાંજુરમાર્ગ જેવા નાના સ્ટેશને હાલમાં રોજના ૧,૦૦,૫૫૮ પ્રવાસીઓની અવરજવર રહે છે. ઉપનગરીય રેલવે, મહત્ત્વનાં બસ-સ્ટૉપ અને મ​લ્ટિપલ મેટ્રો લાઇનને કારણે કાંજુરમાર્ગ આગામી ઇન્ટરમૉડલ હબ બનવાનું છે.

kanjurmarg jogeshwari vikhroli link road mumbai railway vikas corporation powai mumbai mumbai news rajendra aklekar