વિધાનસભાની ચૂંટણીમાં મોદી-ફડણવીસ કરતાં નીતિન ગડકરીએ વધુ સભા ગજવી

20 November, 2024 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદેએ સૌથી વધુ ૭૫, નીતિન ગડકરીએ ૭૨, દેવેન્દ્ર ફડણવીસે ૬૪ ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ પ્રચારસભા કરી

નીતિન ગડકરી (ઉપર ડાબે), નરેન્દ્ર મોદી (ઉપર જમણે), એકનાથ શિંદે (નીચે ડાબે), દેવેન્દ્ર ફડણવીસ (નીચે જમણે)

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે પ્રચારનાં પડઘમ શાંત થઈ ગયાં હતાં અને આજે મતદાન છે ત્યારે આ વખતના ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ જાહેરસભા ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પણ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગજવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઓવરઑલ સૌથી વધુ ૭૫ સભા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી. એ પછી નીતિન ગડકરીએ ૭૨, દેવેન્દ્ર ફડણવીસે ૬૪, અજિત પવારે ૬૪, અમિત શાહે ૧૬ અને યોગી આદિત્યનાથે ૧૧ પ્રચારસભા સંબોધી હતી. 

વિરોધી પક્ષોના સંગઠન મહાવિકાસ આઘાડી વતી સૌથી વધુ ૬૫ સભા કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ, ઉદ્ધવ ઠાકરેએ ૬૦, શરદ પવારે ૫૫, આદિત્ય ઠાકરેએ ૫૦ અને સુપ્રિયા સુળેએ ૪૬ સભા સંબોધી હતી; જ્યારે મહાયુતિ કે મહાવિકાસ આઘાડીમાંથી કોઈની પણ સાથે યુતિ કરવાને બદલે સ્વતંત્ર ચૂંટણી લડનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ૩૪ અને વંચિત બહુજન આઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે ૫૧ જાહેરસભા કરી હતી. 

nitin gadkari narendra modi devendra fadnavis eknath shinde maharashtra assembly election 2024 bharatiya janata party amit shah yogi adityanath news mumbai mumbai news