✕

News In Shorts: BMCના કર્મચારીઓને મળશે ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ

29 October, 2026 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૩,૦૦૦૦ રૂપિયાના બોનસથી BMCની તિજોરી પર આ વર્ષે ૩૦૦ કરોડનો બોજો આવવાનો છે.

બીએમસી હેડક્વૉર્ટર

બૃહન્મુંબઈ મ્યુનિસપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓને આ વર્ષે ૩૩,૦૦૦ રૂપિયા બોનસ આપવાનું નક્કી થયું છે. દિવાળી પહેલાં બોનસની આ રકમ તેમના અકાઉન્ટમાં જમા થઈ જશે. ગયા વર્ષે તેમને ૩૧,૦૦૦ રૂપિયા બોનસ મળ્યું હતું. આ વર્ષે એમાં ૨૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.  નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી અને નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશને બોનસ જાહેર કર્યા બાદ હવે BMCએ બોનસ જાહેર કર્યું છે. BMC વર્કર્સ દ્વારા ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ના બોનસની માગણી કરવામાં આવી હતી.

બૅન્કમાં પણ પૈસા સલામત નથી: નોએડામાં PNBની બ્રાન્ચમાંથી ગ્રાહકોના ૩૫ કરોડ રૂપિયાની ઉચાપત

દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોએડાના સેક્ટર પાઇ-1માં આવેલી પંજાબ નૅશનલ બૅન્ક (PNB)ની બ્રાન્ચમાંથી કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા છે. એવું જાણવા મળ્યું છે કે આશરે ૩૫ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ગ્રાહકોનો આરોપ છે કે તેમની પરવાનગી વિના તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. કેટલાક ખાતાધારકોના મતે તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડીને રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS) દ્વારા પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કેસમાં બૅન્ક-કર્મચારીઓ પર અનિયમિતતાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી મધ્ય પ્રદેશથી રાજ્યસભાની પેટાચૂંટણી લડશે

ભારતીય જનતા પાર્ટી (BJP)એ મધ્ય પ્રદેશથી ૨૦૨૬ની રાજ્યસભા પેટાચૂંટણી માટે પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ ખાતાના કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ તેમની ઉમેદવારીને મંજૂરી આપી છે. ૧૩ ઑક્ટોબરે એલ. મુરુગને રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. ૧૨ નવેમ્બરે આ બેઠક માટે મતદાન થશે. હરદીપ સિંહ પુરીનો રાજ્યસભાનો વર્તમાન કાર્યકાળ ૨૫ નવેમ્બરે પૂરો થાય છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation diwali